કરણી સેના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો Audio Viral! પદ્મિનીબા કોના પર બગડ્યા? સાંભળો Viral થયેલી Audio Clip


  • Published By :
  • Published Date : 2024-03-29 18:03:38

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાદ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ બધા વચ્ચે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે  આવ્યો છે. 

પરષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે!

જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં આ બેઠક મળે એ પહેલા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન ભાજપને આ વખતે ભારે પાડવાનું છે જ્યાં જુઓ ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે રૂપાલાના પૂતળાને સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું.


રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવા કરાઈ માગ 

ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા માગ પણ કરવામાં આવી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે નહીં તો ભાજપે ભોગવવું પડશે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ એક ક્ષત્રિય મહિલાનો પણ ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તેમાં રોષ દેખાઈ આવે છે....!  



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.