જમ્મુ-કાશ્મીર: સતત ત્રીજા દિવસે આતંકવાદીઓનો હુમલો, પરપ્રાંતિય મજૂર બાદ બારામુલામાં હેડ કોન્સ્ટેબલને ગોળી મારી હત્યા


  • Published By :
  • Published Date : 2023-10-31 23:09:06

આતંકવાદીઓએ મંગળવારે સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં હુમલો કર્યો અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે રજા પર ગયેલા પોલીસકર્મીઓએ બિનજરૂરી બહાર ફરવું નહીં. ફક્ત ઘરે જ રહો. જાહેર સ્થળોએ રમવા કે ચાલવાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.


કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડાર પર ફાયરિંગ


ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ટંગમાર્ગમાં મંગળવારે, આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને તેમના ઘરની નજીકથી ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમને સારવાર માટે એસડીએચ ટંગમાર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે શહીદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ મહત્વપૂર્ણ ઘડીમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.


કાશ્મિરમાં આતંકી હુમલા વધ્યા


અગાઉ સોમવારે, આતંકવાદીઓએ યુપી ઉન્નાવના એક પરપ્રાંતિય મજૂર મુકેશ કુમારને નિશાન બનાવ્યો હતો, જે પુલવામામાં આ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. રવિવારે, આતંકવાદીઓએ શ્રીનગરની ઇદગાહમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી દીધી હતી, જેઓ હજી પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. TRF ચીફ ઓપરેશનલ કમાન્ડર બાસિત અહેમદ ડાર, જે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની પાઈનના રહેવાસી છે,  મસરૂર પર હુમલા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તુર્કી પિસ્તોલથી મસરૂર પર નજીકથી ફાયરિંગ કર્યું હતું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે