KCGના ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટમાં ચાલી રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, જાણો કઈ રીતે


  • Published By :
  • Published Date : 2023-03-18 18:03:34

KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનો હેતું વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશ દ્વાર ખોલવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનના સુમેળ દ્વારા વિશ્વ સાથે સંબંધો સ્થાપિત કરી શકે. આ KCG હેઠળ 2016-17માં તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં ફિનિશિંગ સ્કૂલ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે આ સરસ પ્રોજેક્ટમાં પણ ગેરરીતીઓ થતી હોવાનું બહાર આવ્યું છે.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ શું છે? 


આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ માટે તૈયાર કરવા માટે 80 કલાકનો એક કોર્ષ શરૂ કરવામાં આવે છે. જે મુજબ વિદ્યાર્થીઓને એક દિવસમાં ચાર કલાક ભણાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે  છે. વિદ્યાર્થીઓને તેમનો રિઝ્યુમ બનાવવા ઉપરાંત તેમને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે તે પ્રકારની સોફ્ટ સ્કિલ શિખવાડવામાં આવે છે. સરકારે આ પ્રોજેકટ માટે કોલેજ દીઠ 1,22000 હજારનો ખર્ચ કરે છે. જેમાં ટ્રેનરને પ્રતિ કલાક 1 હજારનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  તે ઉપરાંત તેમને ટ્રાવેલ ખર્ચ અને રહેવાનો પેટે પણ એક હજારનું એલાઉન્સ મળતું હતું. આ ટ્રેનર એક કોલેજમાં 4 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરસ કામગીરી થતી હતી પણ પછી સરકારે આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપી દીધો.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ પ્રાઈવેટ હાથોમાં


સરકાર બદલાતા નવા  પ્રોજેક્ટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપવામાં આવ્યો. આ બે એજન્સીઓના નામ એચ. કુમાર અને પ્રક્ષાલ છે. આ બંને એજન્સીઓને પ્રોજેક્ટ હેઠળ 2,55,000 ચૂકવવામાં આવે છે. આ બંને એજન્સીઓ ટ્રેનરને પ્રતિ દિન 1500 રૂપિયા મહેનનાણું ચૂકવે છે. આ રીતે એક ટ્રેનર પાછળ એજન્સીઓને 20 દિવસ પેટે 30 હજારનો ખર્ચ થાય છે. હવે સૌથી ચોંકવનારી બાબત એ છે કે એજન્સીઓને સીધો 2 લાખથી વધુનો ફાયદો આ થાય છે. કારણ કે અગાઉની તુલનામાં ટ્રેનરને ઓછું મહેનતાણુ ચૂકવવામાં આવે છે. આ રીતે આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે.


પ્રોજેક્ટ હેઠળ શું ગોટાળો ચાલી રહ્યો છે?


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ સરકાર એચ કુમારે 80 કોલેજમાં જ્યારે પ્રક્ષાલે 77 કોલેજોમાં  ટ્રેનિંગ આપી છે. ગુજરાત સરકારે એચ કુમારને 5 કરોડ જ્યારે પ્રક્ષાલને 2 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર પેટે ચૂકવ્યા છે. જો કે જમાવટે જ્યારે આ ટ્રેનરો સાથે વાત કરી ત્યારે ખરો ગોટાળો બહાર આવ્યો હતો. આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે. ઘણા ટ્રેનરોને તો માત્ર 500 રૂપિયા જેટલું જ મહેનાણું ચૂકવવામાં આવે છે. ઘણા ટ્રેનરો તો કોલેજોમાં ભણાવવા પણ જતા નથી અને માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થઈ જાય છે. 


વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકસાન


જમાવટે મીડિયાએ જ્યારે આ પ્રોજેક્ટમાં ચાલતી ગેરરિતીઓ અંગે સંબંધિત લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે કે ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારના હાથમાં જ્યારે આ પ્રોજેક્ટ હતો તે સમયે કુશળ ટ્રેનરો વિદ્યાર્થીને ટ્રેન કરતા હતા. હવે આ બંને એજન્સીઓના ટ્રેનરો સમયસર કોલેજોની મુલાકાત પણ લેતા નથી. બિન કાર્યક્ષમ ટ્રેનરો ના કારણે વિદ્યાર્થીઓને બરાબર તાલિમ પણ મળતી નથી. વળી વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવતું નથી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠથી આ વ્યાપક ભ્રષ્ટાચાર  ચાલી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ અંતે વિદ્યાર્થીનો કોઈ જ લાભ ન થતો હોય તો આ પ્રોજેક્ટનો શું મતલબ? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.