કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:09:10

કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!

અરવિંદ કેજરીવાલ વલસાડમાં જનસભા સંબોધન કરતાં ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી તેમણે કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તથા IBના રિપોર્ટ પ્રમાણે 93-94 બેઠકો અમારી પાર્ટીની પાક્કી છે. જોકે દરમિયાન તેમણે જનતાનો સાથ માગ્યો છે અને કહ્યું કે જો ધક્કો મારશો તો અમારી સરકારને તો અવશ્ય 150 બેઠકો સાથે જીત મળશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીત્યા પછી સૌથી પહેલા શું કામ કરશે એની પણ જાહેરાત કરી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ

 

કેજરીવાલે 150 બેઠક જીતવાની વાત કરી

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું AAP ઈમાનદાર પાર્ટી છે. IBના રિપોર્ટ પ્રમાણે અમારી સરકાર ચૂંટણીમાં 93-94 બેઠક જીતતી નજરે પડી રહી છે. પરંતુ હજુ પણ માર્જિન રસાકસી ભર્યું છે. કેજરીવાલે જનતાને જણાવ્યું કે જો તમે સપોર્ટ આપશો તો દરેક ગેરન્ટી પૂરી પાડીશ અને જીતનો રોડમેપ તૈયાર કરીશ. જેના પરિણામે તમે જો અમારી સરકારને મદદરૂપી ધક્કો મારશો તો અમે 150 બેઠકો જીતી શકીશું.

 

અરવિંદ કેજરીવાલ 9 ઓક્ટોમ્બરે બપોરે વલસાડ જન સભાને સંબોધવા ગયા હતા. ત્યારે સાંજે 4 વાગે સુરતના કડોદરા ખાતે વધુ એક જન સભા યોજશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે