ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું આ વખતે મૂકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-14 14:45:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણી  પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારથી દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સીટો મેળવવા પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે કહ્યું આ વખતે મુકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે. 


કોંગ્રેસ ખતમ થઈ રહી છે - અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસ ખતમ થઈ રહી છે. 27 વર્ષના કુશાસનથી લોકો ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીને વોટ કરશે. આ વખતે મુકાબકો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાનો છે. 

Image

અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો ટક્કર થતી હતી પરંતુ આ વખતે ત્રીજા પક્ષની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આપનો પ્રચાર દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે. બંને રાજ્યોના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રોડ-શો કરી આપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે.




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..