કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટસલ વધી, સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-02 17:08:17

કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની ટસલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેરળ સરકારે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલને મંજુરી આપવામાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા વિલંબ મામલે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી આપવામાં આવેલા વિલંબને બંધારણીય અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે.


કેરળ સરકારે શું માગ કરી?


સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પેન્ડિગ રહેલા તમામ બિલને સત્વરે મંજુરીની સુચના આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે રાજ્યપાલ સમક્ષ રજુ કરાવમાં આવેલા બિલને યોગ્ય સમયની અંદર જ નિકાલ કરવામાં માટે તે બંધાયેલા છે.  


8થી વધુ બિલ પેન્ડિગ


કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા રાજ્ય સરકારના બિલની મંજૂરીમાં વિલંબ કરવાથી રોકવાના કાનુની અને બંધારણીય ઉપાય કરવાની ગુહાર લગાવી છે. કેરળ સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં રજુઆત કરી છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય વિધાનસભા દ્વારા પસાર બિલ પર વિચાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. તેમના દ્વારા આઠથી વધુ લોક કલ્યાણથી સંબંધીત બિલ પર વિચાર કરવામાં બિનજરૂરી વિલંબ કરીને રાજ્યપાલ તેમના બંધારણીય કર્તવ્યોમાં નિષ્ફળ રહ્યા છે.


કેરળ ત્રીજુ રાજ્ય બન્યું


ઉલ્લેખનિય છે કે કેરળ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલાં પંજાબ સરકાર, તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને તમિલનાડુ સરકાર પણ તેમના પેન્ડિગ બિલોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ સરકારે 28 ઓક્ટોબર અને તમિલનાડુ સરકારે 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ વિધાનસભાના 8 બિલ અને તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા  12 બિલ હજુ પણ રાજ્યપાલની મંજુરી વગર પેન્ડિગ પડ્યા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે