ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભગવંત માનને આપી મોતની ધમકી, 26 જાન્યુઆરીએ નિજ્જરની હત્યાનો બદલો લેશે


  • Published By :
  • Published Date : 2024-01-16 15:48:12

પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટીસ (SFJ)ના સ્થાપક  અને અમેરિકામાં રહેતા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પ્રજાસત્તાક દિવસ અગાઉ ભારતીય નેતાઓને મોતની ધમકી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના ટોચના પોલીસ અધિકારી ગૌરવ યાદવે ગેંગસ્ટરો સામે રાજ્ય પોલીસની ઝીરો ટોલરન્સની નિતી પર ભાર મુકતા આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કહીં છે. 


હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો


સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં પન્નૂ એક ખાલિસ્તાની નકશા સાથે ઉભો છે. તેમાં 26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડના પહેલા હુમલાની વાત લખી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવાનો છે. પન્નૂએ કહ્યું છે કે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરોને કહ્યું છે, ભગવંત માનની પુત્રી સીરત કૌરને પણ ગત વર્ષે માર્ચમાં ધમકી આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતી સીરત કૌરને ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની શોધ દરમિયા ધમકીઓ મળી હતી. ઉલ્લેખનિય છે કે  હરદીપ સિંહ નિજ્જરની હત્યા ગત વર્ષે 18 જૂનના રોજ કરી દેવામાં આવી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે