ખેડા: કિડની કૌભાંડની આખી સ્ટોરી વાંચી તમને થશે જુગારીએ પોલીસને ગજબ રીતે છેતર્યા, જાણો કેવી રીતે જુગારી પોતાની જ જાળમાં ફસાયો


  • Published By :
  • Published Date : 2023-09-21 09:25:19

આપણે અનેક વખત કૌભાંડોની વાતો સાંભળતા હોઈએ છીએ. અલગ અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અવાર નવાર નવીન પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. ત્યારે ખેડાથી કિડની કૌભાંડ સામે આવ્યું છે. અલગ અલગ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં કિડની કૌભાંડને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 


જુગારની એટલી બધી લત હતી કે કિડની વેચવા પણ તે રાજી થઈ ગયો 

ખેડા જિલ્લાના ભુમસ ગામની અચાનક ચર્ચા થવા લાગી એક અરજીને કારણે. જેમાં કિડની કઢાવવાની વાતો હતી, એ અરજી કરનાર હતા ગોપાલ પરમાર. તેમને હતી જુગારની લત, લત એવી કે હારી જતા તો પણ જુગાર રમવાનું ન છોડતા. જુગારમાં પહેલા માતા-પત્નીના ઘરેણાં વેચ્યા, પછી જેનાથી કમાતો એ રીક્ષા વેચી અને પછી જેમાં રહેતો એ ઘર વેચ્યું, અને કીડની વેચવા પણ રાજી થઇ ગયો- એ પહેલા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું, જેમાં તેને ખેતીની જમીન ગીરવે લેવી હતી પણ તેની પાસે જ પૂરતા પૈસા નહતા. એટલે તેને 20 હજાર વ્યાજે અશોક પરમારે આપ્યા, પણ ચૂકવી ન શકતા તેણે અશોક પરમારનો સંપર્ક કરી પોતાની કિડની વેંચવાનું કહ્યું. 


કિડની ખરીદનારની શોધમાં પહોંચ્યા પશ્ચિમ બંગાળ 

કિડની વહેંચવાની વાત આવતા અશોકે ના પાડી. પછી તેને થોડા રૂપિયાની લાલચ આપવામાં આવી. કિડની વેચવા માટે સંપર્ક શોધવા કહ્યું, કિડની ખરીદનારની શોધમાં બને ગયા પશ્ચિમ બંગાળ. ત્યાં કિડની ખરીદનાર મળ્યો એક મહિનો તેના ખર્ચે રહ્યા અને પછી તક મળતા 1 લાખ રૂપિયા પહેલા ટ્રાન્સફર કરાવડાવ્યા અને પછી આવી ગયા ખેડા, અને બંગાળના પેલા ઠગ  હજી શોધી રહ્યા છે, 


આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

1 લાખ રૂપિયા લઇ ભાગી આવ્યા, ગોપાલે 60,000 પોતાની પાસે રાખ્યા, અશોકને 40,000 આપ્યા તો પછી ગોપાલ કેમ પોલીસ પાસે ગયો? પોલીસને આ અંગેની જાણ કરી. આ બાદ પોલીસે તપાસ કરી અને આખો મામલો અત્યાર પૂરતો કાબુમાં છે, પ.બંગાળના એ લોકો જેણે કિડની ખરીદવાની વાત કરી તેની પણ શોધ ચાલુ છે, સાથે જ ગોપાલ-અશોક બંને સામે પગલાં લેવાશે, પણ એ છે એક જુગારીએ બદલો લેવા આખા ગામની પોલીસને દોડતી કરી દીધી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે