પાલ આંબલીયા સહિત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા કોંગ્રેસની મુશ્કેલી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:56:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે પહેલાથી દાવોદારોની ભરમાર હતી ત્યારે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ તેમાં ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા ટિકિટ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા સહીત ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 


ગુજરાત કિસાન કોંગ્રેસના કયા નેતાઓએ માંગી ટિકિટ


ગુજરાત કિસાન કોંગ્રેસના અન્ય નેતાઓની વાત કરીએ તો પાલ આંબલીયાએ દ્વારકા બેઠક પર, કાલાવડ બેઠક પર  કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ દાવેદારી કરી છે. મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવા, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયા,  સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલા, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુક, પાલનપુર બેઠક પર ભરત કરેણ અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકિટ માંગી છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે