જાણો Gandhinagar Loksabha બેઠકના સમીકરણો વિશે જ્યાં BJPએ અમિત શાહને તો કોંગ્રેસે મહિલાને આપી છે ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-01 13:11:51

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે જ્યાં ભાજપની જીત થઈ છે. અનેક બેઠકો એવી છે જેને હાઈ પ્રોફાઈલ બેઠકો માનવામાં આવે છે.. તેવી જ ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ એવી ગાંધીનગર લોકસભાની ચર્ચા છે. છેક ૧૯૮૯થી આ બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ પછી તેમણે lucknow બેઠક જાળવી રાખતા. પેટા ચૂંટણીમાં વિજયભાઈ પટેલ જીત્યા. આ પછી ૨૦૧૪ સુધી લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ રહ્યા , આ પછી ૨૦૧૯માં  અમિત શાહ ચૂંટાયા.



ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને સોનલ બેન વચ્ચે ટક્કર થવાની છે. 

26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર બેઠક પર ફરી એક વખત અમિત શાહને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ વખતે ફરી તેઓ મેદાનમાં છે. ગાંધીનગર બેઠક માટે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અમિત શાહ સામે મહિલા પાટીદાર ચેહરા સોનલ પટેલને ટિકિટ આપી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. એટલે સોનલ પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. આ લોકસભામાં બેઠકમાં આવે છે ૭ વિધાનસભાઓ...


આ લોકસભા બેઠકો આવે છે ગાંધીનગર લોકસભા બેઠકમાં... 

જો ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ગાંધીનગર ઉત્તર , કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી. 2022ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, ઠાકોર, દલિત, મુસ્લિમ સમાજો નિર્ણાયક છે. ૨૦૧૯માં તો અમિત શાહ ૫,૫૭,૦૦૦ ની લીડથી જીતી ગયા હતા. તો હવે જોઈએ BJPના ગઢમાં કોંગ્રેસ કેટલા વોટ પ્રાપ્ત કરે છે?



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.