Weather Expert Paresh Goswami પાસેથી જાણો Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની એન્ટ્રી, સાંભળો ચોમાસાને લઈ શું કહ્યું તેમણે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 18:28:04

ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના પારામાં સતત વધારો જોવા મળ્યો હતો.. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું.. પરંતુ ધીરે ધીરે ગરમીથી આંશિક રાહત મળી રહી છે.. ગરમી ક્યારે જશે અને વરસાદ ક્યરે આવશે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.. વરસાદ આ વખતે વહેલો  આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે જાણવા પરેશ ગોસ્વામી સાથે જમાવટની ટીમે સંપર્ક કર્યો હતો. 

ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

એક સમય હતો જ્યારે ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આવનાર દિવસમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવશે. વરસાદને લઈ આગાહી કરવામાં આવશે. ગુજરાતીઓ આતુરતાથી ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની પધરામણી ક્યારે થશે તેની રાહમાં છે. ત્યારે દર્શકો વતી જમાવટની ટીમે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી અને આ વખતનું ચોમાસું કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.


વરસાદને લઈ શું કરી આગાહી પરેશ ગોસ્વામીએ?

આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3થી 8 જૂન દરમિયાન બફારાનું પ્રમાણ વધશે. ગરમી 40 ડિગ્રીની આસપાસ હશે પરંતુ તાપમાન જાણે 45 ડિગ્રી પહોંચ્યા હોવાનો અહેસાસ થશે.. તે સિવાય 13થી 15 ચોમાસાનો પ્રવેશ થશે અને વલસાડથી સૌરાષ્ટ્રથી ગુજરાતમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે કરી હતી. આ વખતે વરસાદ રેકોર્ડ બ્રેક કરશે તેવી આગાહી કરી હતી.. તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 4 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે...   



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.