જાણો કેવી રહી જમાવટની મેટ્રોની પહેલી સફર, અમદાવાદીઓ એ માણી મેટ્રોની મજા !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:39:58


અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એવી મેટ્રો ટ્રેન આજે અમદાવાદીઓ માટે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો આજથી લોકો માટે પ્રારંભ થયો છે, ત્યારે જમાવટ મેટ્રોની મુસાફરી કરી અને લોકો સાથે વાતો કરી કે તેમનો અનુભવ કેવો હતો પહેલીવાર અમદાવાદની મેટ્રોમાં બેસી તેમણે કેવું લાગ્યું ?

 

બાળકોથી લઈ વૃદ્ધોએ માણી મેટ્રોની મજા

આજે સવાર 9 વાગ્યાથી મેટ્રો થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશનો પરથી ટ્રેન ઊપડી હતી.  ત્યારે સવારથી જ અલગ અલગ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. અને મેટ્રોમાંથી અમદાવાદનો  અલગ નજારો માંડ્યો હતો. લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો. લોકો મેટ્રોની મુસાફરી કરવા સ્પેશિયલ આવ્યા હતા. મેટ્રોને જાણે પિકનિક પોઈન્ટ બનવ્યું હોય એમ લોકો ત્યાં સેલ્ફી લેતા હતા અને મુસાફરી કરી રહ્યા હતા..

 

મેટ્રોથી સાબરમતી રિવરફ્રન્ટ જોવાની મોજ

મેટ્રોમાંથી સાબરમતી અને રિવરફ્રન્ટ કેવું દેખાય છે એ જોવા અમદાવાદીઓ મેટ્રોમાં આવ્યા હતા. જેમજ સાબરમતી આવ્યું તેમ લોકો જોર જોરથી બૂમો પાળતા જોવા મળ્યા. ઉપરાંત ટર્નલમાં ટ્રેન આવે ત્યારે પણ લોકોમાં અલગ આનંદ જોવા મળ્યો.

 

મેટ્રોમાં મેળા જેવો માહોલ

થલતેજથી વસ્ત્રાલ સુધી દરેક મેટ્રો સ્ટેશનમાં જાણે લોકોનું કિડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ હતી લોકો મેટ્રોમાં એટલી મજા માણી કે જાણે લોકો મેળામાં આવ્યા હોય. અને લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી.....




ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગામી ચાર દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 10 જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીને કારણે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે...