જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે શુું કરી છે વરસાદને લઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-21 16:20:10

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે પરંતુ અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ પહોંચી શકે છે. ખેડૂતોમાં વરસાદ આવવાની ખુશી છે તો અગોતરા વરસાદને કારણે તેમના પાકને નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 

વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી 

અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી તે અરબસાગરમાં આવશે અને તે ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમમાં પણ પરિવર્તિતિ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભયંકર વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે. 



મનોરમા મોહંતીએ આપી આ જાણકારી   

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં  આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. પાંચમા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છઠ્ઠા-સાતમા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.