જાણો દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ જેને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2022-12-16 12:49:42

દેવી લક્ષ્મીને ધન તેમજ ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે આજે જાણીએ અષ્ટલક્ષ્મી વિશે. અષ્ઠલક્ષ્મી એટલે મહાલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજ લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી છે. 

રોજ કરો લક્ષ્મી દ્વાદશનામ મંત્રના જાપ, કાયમ બની રહેશે લક્ષ્મીની કૃપા  દ્રષ્ટિ | Shri Lakshmi Dwadasha Naam Stotram: 12 Names of Goddess Lakshmi -  Divya Bhaskar

 

દેવી મહાલક્ષ્મીને આદિ લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભૃગુઋષિના પુત્રી છે અને ભગવાન નારાયણના પત્ની છે. માતાજીનું બીજા સ્વરૂપ ઐશ્વર્ય લક્ષ્મી છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકની સમાજમાં પ્રતિષ્ઠતા વધે છે. સમાજમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી સાધકના ઘરમાં ધનનો વાસ હમેશા રહે છે.

Ashta Lakshmi - Wikipedia

માતાજીના ચોથા સ્વરૂપની વાત કરીએ તો સંતાન લક્ષ્મી સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વંશ આગળ વધે છે. માતાજીના પાંચમા સ્વરૂપની વાત કરીએ તો ધાન્યલક્ષ્મી છે. દેવીના સ્વરૂપની પૂજા કરવાથી ઘર હમેશાં ધન અને ધાન્યથી ભરેલું રહે છે. દેવી લક્ષ્મી ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. ગજ લક્ષ્મી પણ અષ્ઠલક્ષ્મી માંથી એક છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા તેમજ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. વીર લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માતા સાધકને અકાળ  મૃત્યુથી બચાવે છે. વિજયલક્ષ્મી સ્વરૂપની સાધના કરવાથી શત્રુઓ પર વિજયી મળે છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .