જાણો હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:55:52

હિંદુ ધર્મમાં અનેક ચિન્હો પ્રતિકોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અનેક ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. જેમાં સ્વસ્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વસ્તિકને અનેક લોકો પોતાના ઘરના દરવાજા બહાર કરતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિકને ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દથી બનેલો શબ્દ છે. સુ નો અર્થ થાય છે શુભ, અસનો અર્થ અસ્તિત્વ થાય છે અને ક નો અર્થ  કર્તા થાય છે. સ્વસ્તિકનો અર્થ થાય છે મંગલ કરનાર હોય છે. સ્વસ્તિકને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. 

Swastika Sign Related To Lord Ganesha Know Importance Of Swastika In Hindu  Religious | Swastik Sign: શું આપના ઘર કે ઓફિસમાં વાસ્તુદોષ છે? સ્વસ્તિકના આ  ઉપાયથી કરો દૂર

સ્વસ્તિકમાં કરવામાં આવેલી રેખાઓ ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. અનેક લોકો વાસ્તુદોષને દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની કમલ નાભી, રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ અને ચાર વેદોનું રૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવામાં કંકુ અથવા કેસરી રંગનો કરવો જોઈએ. ઉપરાંત ચાર રેખાઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવામાં આવે છે. 

Ashadeep News Paper


પૂજા દરમિયાન આરતીની થાળીમાં પણ સ્વસ્તિક કરવામાં આવે છે. ઉપરાંત કળશમાં પણ સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. કપાળ પર તિલક કરવામાં આવે છે તે દરમિયાન આ મંત્ર બોલવામાં આવે છે.     

ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે