જાણો Bhavnagarના ક્ષત્રિય યુવાનો શું માને છે BJPના 400 પારના લક્ષ્યાંક વિશે? જાણો શું છે ત્યાંના લોકોનો મિજાજ? Jamawat Election Yatra


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-05 12:26:49

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે... ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.. રાજ્યના અનેક ભાગોમા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના અનેક ગામડાઓ એવા છે જ્યાં પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગર અને ક્ષત્રિય યુવાનો સાથે વાત કરી હતી.. યુવાનો વિવાદને લઈ શું વિચારે છે, ભાજપ અને સરકાર વિશે શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી.. 


 ભાવનગરના ક્ષત્રિય યુવાનો સાથે કરી ચર્ચા

ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે.. 26માંથી 26 લોકસભા બેઠક ભાજપને મળશે તેવો આશાવાદ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા.. જમાવટની ઈલેક્શન યાત્રા અનેક લોકો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતી હોય છે... ત્યારે ભાવનગરના ક્ષત્રિય યુવાનો સાથે ટીમે ચર્ચા કરી હતી જેમાં યુવાનોનો રોષ ઉભરીને દેખાતો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. 


ભાજપ વિરોધી કરશે ક્ષત્રિય સમાજના લોકો મતદાન

યુવાનો સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ કપાય તેવી ક્ષત્રિય સમાજની માગ હતી પરંતુ પાર્ટીએ તેમની ટિકીટ નથી કાપી જેને લઈ ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરોધી મતદાન કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ, ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું છે તો કોને વોટ કરશો? તો જવાબમાં તેમણે કહ્યું કે ભાજપ સિવાયના જે મજબૂત ઉમેદવાર હશે તેમને વોટ આપીશું.. તે સિવાય પણ આ મુદ્દા પર અનેક સવાલો કરવામાં આવ્યા છે. 

ભાવનગરના રાજાનો કર્યો ઉલ્લેખ 

જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે તે શું જોઈને વોટ કરશે તો તેમણે કહ્યું કે સમાજ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે તે વોટ કરશે.. સરકાર એવી હોવી જોઈએ જે દેશનો વિકાસ કરે.. તે સિવાય જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં પણ ફાંટા પડી ગયા છે તો તેમણે કહ્યયું કે આવું નથી.. અમે અમારા નિર્ણય પર મક્કમ રહીશું તેવો કહેવાનો તેમનો ભાવાર્થ હતો.. વાતચીત દરમિયાન તેમણે ભાવનગરના રાજાનો પણ ઉલ્લેખ કર્યો હતો... તે સિવાય પીએમ મોદી અને જામસાહેબની મુલાકાતને લઈ પણ ટીમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.   



"ગુજરાતની 10 બેઠકો એવી છે જ્યાં..."

ત્યાં હાજર લોકોએ કહ્યું કે જે લોકો આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે તે ભાજપ સાથે જોડાયેલા લોકો છે...! તેમણે એ પણ કહ્યું કે બધા ક્ષત્રિય સમાજના લોકો ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે.. સ્વાભિમાન કરતા કોઈ વસ્તુ ક્ષત્રિય માટે મોટી હોતી જ નથી તેવી વાત તેમણે કરી હતી... જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ગુજરાતની કઈ કઈ સીટો પર પડશે તેની વાત જ્યારે તેમને પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતની ઓછામાં ઓછી એવી 10 બેઠકો છે જેના પરિણામ પર આ આંદોલનની અસર થઈ શકે.. બેઠકોના નામ પણ તેમણે કહ્યા હતા



સ્થાનિક સમસ્યાને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે

400 પારના લક્ષ્યાંકની વાત જ્યારે પૂછવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપ 200 પાર પણ નહીં જાય.. તે સિવાય સ્થાનિક મુદ્દાઓને લઈ પણ વાત કરી હતી. ટ્રાફિકની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાવનગરમાં કોઈ કામ થયા જ નથી તેવી વાત એક ભાઈ દ્વારા કરવામાં આવી હતી.. છેલ્લા પાંચ વર્ષથી એક બ્રિજનું કામ થઈ રહ્યું અને તેમને લાગે છે કે એ બ્રિજનું કામ આગામી અનેક વર્ષો સુધી ચાલતું રહેશે. તે સિવાય રોજગારને લઈ પણ તેમણે વાત કરી હતી... ત્યારે સૌ કોઈની નજર પરિણામ પર રહેલી છે... 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે