જાણો કયારે છે ગણેશ જયંતી, ભગવાન ગણપતિની પૂજા કરવાથી મળે છે વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-24 18:25:59

ભગવાન ગણપતિજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથી ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. ત્યારે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસને ગણેશ જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે ચતુર્થી બુધવારે હોવાને કારણે આનું મહત્વ વિશેષ થઈ જતા હોય છે. ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 

Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને  વિસર્જન? | Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની  સ્થાપના અને વિસર્જન?


આ દિવસે બની રહ્યા છે શુભ યોગ 

બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણપતિ પ્રગટ થયા હતા. આજ કારણોસર આ દિવસને ગણેશ જયંતી કહેવામાં આવે છે. અલગ અલગ નામથી આ ચોથને સંબોધવમાં આવે છે. ગણેશ જયંતીના દિવસે રવિ, શિવ યોગ બની રહ્યા છે.     

 

આ દિવસે નથી કરવામાં આવતા ચંદ્ર દર્શન 

સામાન્ય રીતે ચોથના દિવસે ચંદ્ર દર્શનનો વિશેષ મહિમા હોય છે. પરંતુ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર દર્શન નથી કરવામાં આવતા. પૌરાણીક કથાઓ અનુસાર આ દિવસે ગણપતિજીએ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો હતો. જેને લઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ, ચંદન અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે