જાણો ક્યારે છે મૌની અમાસ, આ દિવસે શનિદેવની કરાય છે વિશેષ પૂજા


  • Published By :
  • Published Date : 2023-01-20 17:05:38

પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ આવતી હોવાને કારણે આને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત તમામ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે મૌની અમાસનું સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 

Mauni Amavasya shani puja vidhi chanting these mantra to remove shanidev  vakra drishti details in hindi | Mauni Amavasya Shani Puja : इस मौनी  अमावस्या को हट जाएगी शनि वक्र दृष्टि, इन

હિંદુ ધર્મમાં આમ તો દરેક અમાસને મહત્વ આપવામાં આવ્યું છે. મૌની અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં મેળો ભરાય છે. અમાસના દિવસે પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

Pitru Tarpan – Divya Dwarika

આ દિવસે સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. આ દિવસે ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરવી શુભ માનવામાં  આવે છે. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો જોઈએ અને એ દિવસે સુંદરકાંડ  અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

क्यों भगवान विष्णु को करने पड़े थे ये 8 छल, जानें इसके पीछे की कहानी –  News18 हिंदी

આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ મનાય છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, આંકડાના ફુલ, ધતૂરા વગેરે અર્પિત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે