જાણો ક્યારે છે વસંત પંચમી, કેમ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા?


  • Published By :
  • Published Date : 2023-01-23 17:35:17

હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીને આપણે ત્યાં ખુબ મહત્વની તિથી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. જેને કારણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂહુર્ત જોયા વગર લગ્ન કરી શકાય છે. 

Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી  પણ ન કરો આ પાંચ કામ | India News in Gujarati

વસંત પંચમીએ સરસ્વતી જયંતી હોવાથી આ દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન અને કળાના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનાની સુદ પાંચમે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી પૂજન કર્યું હતું. ત્યારથી આ દિવસના રોજ સરસ્વતી પૂજનનું પ્રચલન શરૂ થયું. 

સિદ્ધિ અને રવિયોગમાં લગ્ન થશે, આ દિવસે ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે  વણજોયું મુહૂર્ત | Vasant Panchami Will Be Held On February 5 In Siddhi And  Raviyoga; Abuja Muhurta On This

વસંતપંચમીને વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો વસંતપંચમીના દિવસથી કરી શકાય. વિદ્યા જેવી કે સંગીત શીખવું, ચિત્રકામ, અથવા તો કોઈ ખાસ કોર્સ પણ શરૂ કરી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્યાજીએ સૃષ્ટિની રચના કરી હતી. જે બાદ આદ્યશક્તિએ પોતાને પાંચ રૂપમાં વિભાજીત કર્યા. દુર્ગા, સાવિત્રી, સરસ્વતી, પદ્મા અને રાધાના સ્વરૂપમાં આદ્યશક્તિએ પોતાની શક્તિ વિભાજીત કરી. સરસ્વતીજીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને અલગ અલગ નામોથી પણ જેવા કે વાક, વાણી, વાક્દેવી જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે