જાણો ક્યારે છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી થતા લાભ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:05:34

હિંદુ ધર્મમાં દરેક તિથીને મહત્વ આપવામાં આવે છે. અનેક તિથી અનેક દેવતાઓને સમર્પિત હોય છે. આઠમ અને ચૌદશ માતાજીને સમર્પિત હોય છે, ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે. અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેવી જ રીતે તેરસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસે કરવામાં આવતા વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વખતે ગુરૂવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને ગુરૂ પ્રદોષ કહેવામાં આવે છે.


એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ તિથી નક્કી કરવામાં આવી છે. જોએ તિથી દરમિયાન તેમની પૂજા-આરાધના કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. 

જાણો શિવરાત્રિ પહેલા શિવલિંગ પર જળાભિષેક કરવાના નિયમો, કેવી રીતે કરવી  પૂજા,અર્ચના. - FaktFood


દરેક મહિનામાં શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવતી તેરસને પ્રદોષ કહેવામાં આવે છે. તેરસની તિથી ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે પ્રદોષ ગુરૂવારે હોવાથી આને ગુરુ પ્રદોષ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે ઉપરાંત શત્રુ અને વિરોધી શાંત થાય છે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી જોઈએ. ઉપરાંત પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે