જાણો શા માટે વાંસથી બનેલી અગરબત્તીનો નથી કરવામાં આવતો ઉપયોગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 19:12:55

ભગવાનની પૂજા દરમિયાન પૂજાની અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.  ભગવાન સમક્ષ ધૂપ-અગરબત્તી, દીપ પ્રગટાવવામાં આવે છે. અનેક લોકો માને છે કે ઘરમાં અગરબત્તી કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો વાસ રહે છે પરંતુ વાસ્તુમાં વાંસની અગરબત્તી કરવાને નિષેધ ગણવામાં આવી છે.    

અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી | Detailed information about agarbatti  incense

વાંસથી બનેલી અગરબત્તીનો ન કરવો જોઈએ ઉપયોગ 

એવું માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. અગરબત્તીને પ્રગટવાનું શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા જીવાણુંનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ વાંસથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે. 


વંશ પર પડે છે આની અસર  

વાંસની અગરબત્તી કરવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન-વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ લાકડીથી અગરબત્તી બનતી હોય છે. પૂજામાં વાંસની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે તો પૂજાને અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીને પ્રગટાવવામાં આવે તો વંશની વૃદ્ધિ થતી નથી. તેનાથી ઘરની બરકત ઘટે છે. અને આ જ કારણોસર વાંસની લાકડીથી બનેલી અગરબત્તીનો ઉપયોગ નથી કરવામાં આવતો.     




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.