જાણો શા માટે 26 નવેમ્બરના રોજ ઉજવાય છે સંવિધાન દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-26 10:29:12

26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને મળેલા સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનને દુનિયાનું સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે. આપણને મળતા તમામ અધિકાર આપણા આ સંવિધાનમાં સુરક્ષિત છે. સંવિધાન રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. દરેક નાગરીકને પોતાના અધિકારની જાણકારી મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જોઈએ સંવિધાનનું મહત્વ.

BR Ambedkar: Father of our Constitution and radical social thinker – The  Leaflet

संविधान दिवस 2022 | Constitution Day of India Messages, SMS, Shayari,  Status, Images

ભારતને આઝાદી મળ્યા બાદ દેશને કેવી રીતે ચલાવવો તે માટે સંવિધાનની રચના કરવામાં આવી હતી. ભારતે ઓપચારીક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તેની અમલી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત બે વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. બંધારણ બનાવામાં સૌથી મોટો ફાળો ડો.ભીમરાવ આંબેડકરનો અને તેમની ટીમનો માનવામાં આવે છે. આ સંવિધાનમાં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે, મતાધિકાર કયા વર્ષે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે, ધર્મ નિરેપક્ષ, સાર્વભૌમત્વ જનતાના હાથમાં, એક જ નાગરિકતા વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે


ભારતના સંવિધાનની અનેક વિશિષ્ઠાઓ છે. ત્યારે સંવિધાન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી મોટુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. આપણા સંવિધાનને વિવિધ દેશોના સંવિધાનમાંથી બનાવામાં આવ્યું છે. આપણા સંવિધાનની ઓરિજીનલ કોપી ટાઈપ થયેલી નથી. આપણા સંવિધાનને પ્રેમ નારાયણ રાયજાદાએ પોતાના હાથથી લખ્યું છે. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવી છે. ઉપરાંત સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. સંવિધાનમાં કુલ 145000 શબ્દો છે.  સંવિધાન દિવસ પર નરેન્દ્ર મોદીએ સંવિધાનના ઘડવૈયાને યાદ કર્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે