જાણો કેમ કર્ણાટકથી ભારત જોડો યાત્રામાં જોડાવાના છે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:40:21

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જેને લઈ પણ કોંગ્રેસ તૈયારીઓ કરી રહ્યું છે. લોકસભાની સાથે સાથે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પર પણ ધ્યાન આપી રહ્યું છે. આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી, ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કર્ણાટકથી આ યાત્રામાં જોડાવાના છે. 


ભારત જોડો યાત્રામાં સામેલ થશે સોનિયા અને પ્રિયંકા ગાંધી

 30 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચવાની છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. મે 2023 કે તેની આસપાસ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કોંગ્રેસ અત્યારથી સક્રિય થયું છે. તેને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કર્ણાટક જવાના છે.  224 બેઠકો  માટે કર્ણાટકમાં મતદાન થવાનું છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. તો કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે હમણાંથી જ કોંગ્રેસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.   

Sonia Gandhi, Priyanka Gandhi Vadra visit Raebareli to thank voters |  Latest News India - Hindustan Times


કર્ણાટકમાં શરૂ થઈ ભારત જોડો યાત્રાના સ્વાગતની તૈયારી  

ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કર્ણાટક કોંગ્રેસના અધિકારીઓએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે સોનિયા ગાંધી કોઈ પણ દિવસે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે જ્યારે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાવાના છે. બોમ્માઈ સરકાર અને આરએસએસ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી ભાજપ અને સંઘ પરિવારનું એક જ કામ છે - રાહુલ ગાંધીની ઈમેજ ખરાબ કરવી, પણ હવે લોકો સમજી રહ્યા છે કે રાહુલ ગાંધી કોણ છે. આ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. 

Ground report: Congress's Bharat Jodo Yatra kicks off from Kanyakumari |  The News Minute

રાહુલના કેન્દ્ર સરકાર પર પ્રહાર  

કેન્દ્ર સરકારને અનેક મુદ્દે ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી રહ્યા છે. તેમજ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાને લઈ ભાજપની સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે