યુએસ ઇન્ટેલીજન્સની હુતી બળવાખોરો વિશે આ માહિતી થઈ લીક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 14:47:40

૧૧ માર્ચ ૨૦૨૫નાં દિવસે અમેરીકન ઈન્ટેલિજન્સના ઈતિહાસની એટલી મોટી ભુલ થઈ જેણે જેમ્સ બોન્ડ, હોલિવુડ જેવી અનેક અમેરીકન સિરીઝ જેમાં સીઆઈએ કે અમેરીકન ઈન્ટેલિજન્સ નેટવર્ક માટે જેટલી ભારે છવી બનાવી હતી એનાં પર ખુબ મોટું પ્રશ્નાર્થ મુકી દીધું. ખુબ સામાન્ય લાગે એવી માનવીય ભુલનાં કારણે અમેરીકાનો યુદ્ધ પ્લાન આખી દુનિયા સામે હતો. ધ એટલાન્ટીક નામે ન્યૂઝ પ્રકાશનના જર્નાલિસ્ટ જેફ ગોલ્ડબર્ગને ૧૧મી માર્ચ ૨૦૨૫એ એક સિગ્નલ ગૃપમાં જોડાવવા માટે ઈન્વાઈટ મળે છે. સિગ્નલ એ વ્હોટ્સએપ જેવું જ એક ચેટ પ્લેટફોર્મ છે. ગૃપનું નામ હું હુતી પીસી સ્મોલ ગૃપ. આ સિગ્નલ ગૃપમાં જેફ ગોલ્ડબર્ગ સિવાય હતા યુનાઈટેડ સ્ટેટ્સના વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી.વાન્સ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ, સીઆઈએ ડિરેક્ટર, નેશનલ ઈન્ટેલિજન્સના તુલસી ગબાર્ડ જેવા અમેરીકાના ટોચનાં ૧૮ માણસો અને એમાં ચર્ચા થઈ રહી હતી હુતી આક્રમણકારો પર હુમલાની.  

Houthi rebels storm Human Rights Office in Yemen: UN - The Hindu1,200 × 675

૧૫ માર્ચના રોજ પીટ હેગસેથે ચેટમાં યમન પર હુમલાની વિગતો શેર કરી, જેમાં હવાઈ હુમલાનો સમય (11:44 AM ET), ઉપયોગમાં લેવાતા હથિયારો (F-18 ફાઈટર જેટ્સ અને MQ-9 ડ્રોન્સ) અને લક્ષ્યોની ચોક્કસ માહિતી હતી. આ માહિતી હુમલાના બે કલાક પહેલાં શેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તો ગોલ્ડબર્ગને એ ના સમજાયું કે આટલા સંવેદનશીલ અને નેશનલ સિક્યુરીટીના મુદ્દા વાળા ગૃપમાં એક પત્રકાર એટલે કે એ પોતે શું કરી રહ્યા છે.  આ જ વિષય પર કોઈ જ ઈન્ફોર્મેશન બહાર પાડ્યા વગર એમણે ધ એટલાન્ટિકમાં એક આર્ટીકલ પબ્લીશ કર્યો, એક આર્ટીકલ સામે આવતાની સાથે જ એનએસએનાં અધિકારીએ કહી દીધું કે આ એમની ભુલ હતી, બીજા નામથી ગોલ્ડબર્ગનો નંબર સેવ હતો, અને એમને ભુલથી એડ કરી દેવાયા છે, સેનેટની સામે દેશનાં અધિકારીઓને એક પછી એક રજૂ કરાયા, રીતસરથી ગ્રીલ કરાયા અને પુછાયા એ પ્રશ્નો જેનાં જવાબ જાણવાની યુએસની જનતા હકદાર હતી, પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને નાની માનવીય ક્ષતિ ગણાવી અને કહી દીધુ કે એમાં કોઈ જ સંવેદનશીલ જાણકારી નહોતી, આ પ્રતિક્રીયા આવતાની સાથે જ ધ એટલાન્ટીકે સ્ક્રીન શોટ સાથે, હુમલાની વિગતો જે શેર કરાઈ હતી એ માહિતી સાથે બીજો એક આર્ટીકલ પબ્લિશ કરી દીધો. કારણ અને દલીલ બંને ટાળી શકાય એમ નહોતા કે આ ઘટના જનતા માટે જાણવી જરૂરી છે, કારણ કે તે સરકારની બેદરકારી અને સંભવિત જોખમોને ઉજાગર કરે છે. કારણ કે આ તો અમેરીકન જર્નાલિસ્ટ હતા, પણ એમની જગ્યાએ જો કોઈ બીજું એવું વ્યક્તિ હોત જે હુમલા પહેલા જ એની જાણકારી પબ્લિશ કરી દેતું તો. જ્યાં સુધી આર્ટીકલ પબ્લીશ ના થયો ત્યાં સુધી એ ગૃપમાં રહેલા બીજા કોઈ જ માણસોને આનો અંદેશો પણ ના આવે એને બેદરકારી સિવાય બીજુ શું નામ આપી  શકાય. 

The Atlantic - Wikipedia

ઈઝરાયેલની જેમ અમેરીકા પણ પોતાનાં ઈન્ટેલ માટે જાણીતું છે. એમના સાથી રાષ્ટ્રો અને બાકીની આખી દુનિયા માને છે કે અમેરીકન ઈન્ટેલિજન્સ સોલીડ રીતે કામ કરે છે, પણ શું અમેરીકાના આટલા મોટા અને દુનિયાની શાંતિ માટે જવાબદાર અધિકારીઓ વ્હોટ્સએપની જેમ સિગ્નલ પર એક ગૃપ બનાવીને, એમાં કોણ કોણ એડ થયેલું છે એ જોવાની દરકાર કર્યા વિના સતત એક અઠવાડીયા સુધી યમન પર હુમલાની તૈયારી કરતા રહ્યા. હવે અમેરીકન સેનેટર આ ઈન્ટેલિજન્સ ઓફીસર્સને ગ્રીલ કરી રહ્યા છે એ પ્રશ્ન સાથે કે તમે અમેરીકન ઈન્ટેલીજન્સની દુનિયા સામે મજાક બનાવી નાખી.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .