ઉત્તર કોરિયાએ કટ્ટર શત્રુ દેશ દક્ષિણ કોરિયાની સરહદે 180 યુધ્ધ વિમાનો મોકલ્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 18:26:50


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વમાં મોંઘવારી અને ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી છે. જો કે હવે બીજા એક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુધ્ધની નજીક પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના લગભગ 180 વિમાન રવાના કર્યા છે. સંભવીત હુમલાનાની આશંકા વચ્ચે દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે.


શા માટે કિમ જોંગ ઉન આક્રમક બન્યા?


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે એક યુધ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વિજિલેંટ સ્ટોર્મ એરફોર્સ યુધ્ધ અભ્યાસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિમ જોગ ઉને આ યુધ્ધ  કવાયતમાં ન જોડાવા માટે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી. જો કે દક્ષિણ કોરિયા તે ચેતવણી ફગાવી નાખતા કિમ જોંગ ઉન આક્રમક બન્યા છે. 


કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં 80 મિસાઈલો છોડ્યા


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુધ્ધ કવાયતનો ઉત્તર કોરિયા વિરોધ કરી રહ્યું છે. કિમ  જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં લગભગ 80 મિસાઈલો છોડ્યા છે. જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનો માહોલ છે. 



એક દુર્ઘટના ભાવનગરથી સામે આવી છે જ્યાં તળાવમાં પાંચ લોકો ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર ચાર બાળાઓના મોત થઈ ગઈ છે.. બાળકીઓને ડૂબતા બચાવાના પ્રયત્ન સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી પરંતુ માત્ર બાળકીનો જીવ બચાવવામાં સફળતા મળી તેવી વાત સામે આવી છે..

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..