રાજકોટમાં આવતી કાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-13 17:53:19

રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને કારણે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના દ્રશ્યો અનેક જગ્યાઓથી આપણી સામે આવ્યા છે જેમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવતી કાલે રાજકોટ ખાતે આ સંમેલન યોજાવાનું છે તે પહેલા હિંમતનગરના રાજપુર ખાતે ક્ષત્રિય સમાજનું આંદોલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તેમની એક જ માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 

Rupala controversy issue, demand to cancel the ticket of Parshotam Rupala in Kshatriya Asmita Sammelan in Himmat Nagar વિશાળ  ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન, ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી

હિંમતનગર ખાતે યોજાયું ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન ફોર્મ ભરવાના છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


"જો ટિકીટ રદ્દ નહીં થાય તો..." - ક્ષત્રિય સમાજના આગેવાનો 

આવતી કાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે પરંતુ તે પહેલા આજે હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..