Jamnagarમાં ફરી ક્ષત્રિય મહિલાઓ BJPનાં કાર્યક્રમમાં પહોંચી, કર્યા સૂત્રોચ્ચાર, પોલીસ અને ક્ષત્રાણીઓ વચ્ચે સર્જાયા ઘર્ષણના દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 17:32:46

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરથી ફરી એકવાર દ્રશ્ય સામે આવ્યા જેમાં ક્ષત્રાણીયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રાણીઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.   

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચા થઈ રહી છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભરાઈ ગયો છે  અને સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ઠેર ઠેર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર પોસ્ટર પણ લાગ્યા છે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કોઈ વખત હાર્દિક પટેલને તો કોઈ વખત રેખાબેન ચૌધરીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. જામનગરથી અનેક વખત વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં ક્ષત્રાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.



જામનગરમાં ફરી એક વખત ક્ષત્રાણીઓએ નોંધાવ્યો વિરોધ 

લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ જગ્યાઓ પર ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પણ નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. મહિલાઓએ 'રૂપાલા હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા. 


16 તારીખે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ 

વિરોધ માટે આવેલી મહિલાઓને હટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ક્ષત્રાણીઓ ત્યાંથી ના હટી અને અંતે મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવવામાં પોલીસને સફળતા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો 16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 




ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.