Dwarkaમાં C.R.Patilના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા! કાર્યક્રમમાં થયો વિરોધ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 14:45:37

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ગુજરાતના અનેક ભાગોમાં આ વિરોધ જોવા મળ્યો હતો ત્યારે આ વિરોધના આગની ચિંગારી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યક્રમ સુધી પહોંચી હતી. દેવભૂમિ દ્વારકામાં આજે સી.આર.પાટીલનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં સભા મંડપ સુધી લોકો વિરોધ કરવા પહોંચ્યા અને ખુરશી પણ તોડી હોવાની માહિતી સામે આવી. અનેક વીડિયો પણ સામે આવ્યા છે જે ત્યાંના હોવાનું માનવામાં આવી રહ્યું છે...       


સી.આર.પાટીલના કાર્યક્રમમાં થયો વિરોધ! 

દિવસેને દિવસે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર  વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ આપણે જોયો છે પરંતુ આજે દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા ભાજપના કમલમ ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ક્ષત્રિઓએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થવાનું હતુ. જો કે આ કાર્યક્રમમાં પરષોત્તમ રુપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી આર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા.



રેલિંગ તોડીને સભામાં ઘૂસ્યા અને કર્યા સૂત્રોચ્ચાર! 

સી.આર.પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા. પરષોત્તમ રુપાલા સામેનો વિરોધ લોકો અહીં ઠાલવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ધસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા. જો કે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા. સી આર પાટીલનું આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું, જો કે બીજી જ તરફ થોડી જ વારમાં લોકોએ સભામાં આવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. લોકોનું સંખ્યાબળ એટલુ હતુ કે SPએ ઘટના સ્થળે પહોંચીને સભા મંડપમાંથી ક્ષત્રિય સમાજના લોકોને બહાર કાઢ્યા હતા...



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..