જમ્મુ-કાશ્મીર: ઘરમાં છુપાયેલા 5 આતંકીઓનો રોકેટ લોન્ચરથી સફાયો, સર્ચ ઓપરેશન યથાવત


  • Published By :
  • Published Date : 2023-11-17 14:17:13

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું હતું. સેનાની આ જોરદાર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે. જે સ્થળે આ એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.  કાશ્મીર ખીણના કુલગામમાં ચાલી રહેલા આ ઓપરેશનનો આ બીજો દિવસ છે. 


બાતમીના આધારે કાર્યવાહી


કુલગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ-કશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રિય રાઈફલ્સ અને CRPFની ટુકડીઓએ આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  તેના જવાબમાં સેનાના  જવાનોએ પણ ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. 


હજુ પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન


કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના સંકેતો મળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.


અધિકારીઓએ કહ્યું કે, જોકે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો છે, પરંતુ આતંકવાદીઓ અહીં ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન રાતોરાત મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ શુક્રવાર સવારથી ફરી એકવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કામગીરી તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે અને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોની માહિતી આપવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે