RSSને 'અભણ' કહેવાની કુમાર વિશ્વાસે કિંમત ચૂકવી, તેમનો વડોદરાનો કાર્યક્રમ રદ કરાયો


  • Published By :
  • Published Date : 2023-02-24 20:38:23

નેતા હોય કે સ્વૈચ્છિક સંગઠન કે પછી કોઈ પણ સંસ્થા એક બાબત નગ્ન સત્ય છે કે કોઈને પણ ટીકા ગમતી નથી, આ કારણે ઘણી વખત વાતનું વતેસર થઈ જતું હોય છે. જેમ કે જાણીતા કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉજ્જૈનમાં એક ભાષણ દરમિયાન RSSને અભણ ગણાવ્યું હતું. કુમાર વિશ્વાસને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આ ટીકા ભારે પડી છે. કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ 'અપને અપને શ્યામ' વડોદરામાં યોજાવાનો હતો પણ હવે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. 


કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરાઈ


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના નવલખી મેદાનમાં ત્રીજી અને ચોથી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાહેરાત વખતે વિશ્વાસને યુગ કવિ અને હાલના સમયના સૌથી વધારે લોકપ્રિય હિન્દી કવિ કહેવામાં આવ્યા હતા અને કૃષ્ણજીવન પર આધારિત તેમના કાર્યક્રમનું અપને અપને શ્યામ શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.


આયોજકોએ શું કહ્યું?


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ તાજેતરમાં વિશ્વાસે RSS વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આથી વડોદરાના આયોજકોએ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આપેલા નિવેદન અનુસાર રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે RSSના ઘણા સેવકોએ જીવનું બલિદાન આપ્યું છે. એવા જ એક સ્વયંસેવક દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે.

આવી સંસ્થાનું સન્માન જળવાઈ રહે તે માટે નફા નુકસાનની પરવાહ કર્યા વિના આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માટે 52,000 કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. છતાં વડોદરામાં યોજાનાર આવા પહેલા કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય વ્યથિત મને કરી રહ્યા છીએ, તેવી પ્રેસનોટ ડો. જીગર ઈનામદારના નામે વાઈરલ થઈ છે.


કુમાર વિશ્વાસે માફી માંગી હતી


કુમાર વિશ્વાસે RSS અંગે નિવેદન કર્યા બાદ વિવાદ વકર્યો હતો, ભાજપના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો કુમાર વિશ્વાસ માફીં નહીં માંગે તો તે રામકથા યોજવા દે છે નહીં. વિવાદ વકરતા અંતે કુમાર વિશ્વાસે વીડિયો જારી કરી માફી માંગી લીધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે  તેમણે એવું કાંઈક કહ્યું જેનો લોકોએ ખોટો મતલબ શોધી કાઢ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે