Banaskantha જીતવા BJPમાંથી બળવો કરીને ગયેલા લેબજી ઠાકોરની ઘર વાપસી? |Geniben Thakor સામે ઠાકોર નેતા!


  • Published By :
  • Published Date : 2024-03-18 16:35:32

બનાસકાંઠા જીતવું ભાજપ માટે અઘરું? આ પ્રશ્ન અત્યારે એટલે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલથી એક સમાચાર વહેતા થયા છે કે બનાસકાંઠાના એક ઠાકોર નેતા જે બળવો કરીને અપક્ષ ચુંટણી લડ્યા એમને ઘર વાપસી કરાવા બીજેપી પ્રયાસો કરી રહી છે. જે નેતાની વાત અહીંયા થઈ રહી છે તે છે લેબજી ઠાકોર છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.    

લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવા બીજેપીએ કવાયત શરૂ કરી

ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. એનું કારણ શું તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે. જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે એ રેખાબેન ચૌધરી જેમણે ચૌધરી સમાજનો સપોર્ટ તો મળી જશે પણ બનાસકાંઠા જીતવું એટલું સહેલું નથી! બનાસકાંઠામાં ચૌધરી સમાજના લોકો કરતાં ઠાકોર સમાજના લોકો વધારે છે  આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે , ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે એટલે જો બનાસકાંઠા જીતવું છે તો બીજેપીને ઠાકોર સમાજના મત પણ પોતાની તરફ ખેચવા પડશે એટલે ભાજપ લેબજી ઠાકોરને ભાજપમાં ઘર વાપસી કરાવી શકે છે 


વિધાનસભામાં ભાજપે લેબજી ઠાકોરને ન આપી હતી ટિકીટ 

ગઈ વિધાનસભા દરમિયાન લેબજી ઠાકોર પક્ષ સામે બળવો કરીને ડીસા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા એ લેબજી ઠાકોર  ફરીથી કેસરિયો કરશે તેવી વાત છે  ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. અને જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપને એક મજબૂત ઠાકોર નેતાની જરૂર પડી છે એટલે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 


પહેલી વખત બનાકકાંઠા પરથી ભાજપે ઉતાર્યો મહિલા ચહેરાને!

જો રેખાબેન ચૌધરીની વાત કરીએ તો ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ ભાજપે આ પરંપરા તોડી ડો. રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે કામ કરે છે અને ભાજપે જે રીતે આ વખતે શિક્ષિત અને યુવા ચહેરાને ટિકિટ આપી છે એમાંથી એક ચેહરો રેખાબેન નો છે તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ પટેલ બનાસ ડેરીના  સ્થાપક છે. એટલે એ ફેક્ટર પણ કામ કરશે પણ કોકડું ઠાકોર સમાજના મત માં અટવાયું અને અને બીજેપીએ આનો તોડ હવે કાઢી લીધો છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.