Ladakh LAC -જવાનો બન્યા દુર્ઘટનાનો શિકાર, ટેન્કના અભ્યાસ વખતે અચાનક વધી ગયું નદીમાં પાણીનું સ્તર, પાંચ જવાનો મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 16:16:28

લદ્દાખમાં ભારતીય જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જવાનો ટેંકનો અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે ટેન્ક ફસાઈ ગઈ. લદ્દાખમાં એલએસી પાસે જવાનો મિલિટરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા તે વખતે દુર્ઘટના બની અને પાંચ જવાનો શહીદ થઈ ગયા છે.. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ ઘટના બની છે. નદીમાં જ્યારે અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે અચાનક નદીનું જળ સ્તર વધી ગયું જેમાં જવાન ફસાઈ ગયા અને જવાન મોતને ભેટ્યા છે, શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

  

પ્રેક્ટિસ દરમિયાન બની આ દુર્ઘટના 

જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. દેશની રક્ષા માટે જવાન પોતાનું જીવન  સમર્પિત કરતો હોય છે.. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે... ત્યારે લદ્દાખથી સમાચાર સામે આવ્યા જેમાં પાંચ જવાનો એક દુર્ઘટનાનો શિકાર બની ગયા. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 


પાંચ જવાનના આ દુર્ઘટનામાં થયા મોત 

જે સમયે પ્રેક્ટિસ જવાનો કરી રહ્યા હતા તે વખતે અચાનક જળ સ્તર વધી ગયું. સંરક્ષણ અધિકારી દ્વારા આને લઈ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર લદ્દાખમાં ટેન્કને નદી પાર કરાવામાં આવી રહી હતી.. ટેન્કને પાર કરાવાની પ્રેક્ટિસ નિયમીત રીતે કરાવામાં આવે છે. જે વખતે આ અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીનો પ્રવાહ વધી ગયો. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેન્કમાં પાંચ જવાન હાજર હતા જેમાં જુનિયર કમીશન અધિકારી પણ સામેલ હતા. બધાના મૃતદેહ મળી ગયા છે. આ ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પણ શોક પ્રગટ કર્યો છે.

      



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...