Lal Krishna Advaniને કરાશે Bharat Ratnaથી સન્માનિત, PM Modiએ જાણકારી આપતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-02-03 17:33:31

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એવા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. મહત્વનું છે કે એલ.કે અડવાણી ગાંધીનગરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

 

લાલ કૃષ્ણ અડવાણી માટે પીએમ મોદીએ લખી આ પોસ્ટ...  

સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ લખ્યું કે ‘મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.ફોન પર પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણીને શુભેચ્છા પાઠવી છે. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  


કેવી છે લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય સફર?

હવે વાત કરીએ લાલકૃષ્ણ અડવાણી વિશે તો લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ લાહોરમાં થયો હતો.આજે 96 વર્ષની ઉંમરે દેશના સર્વોચ્ચ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય છે. ગાંધીનગરથી સાસંદ તરીકે વર્ષો સુધી ચૂંટાયા. અડવાણીએ પાર્ટીને સત્તામાં લાવવા મોટી ભૂમિકા ભજવી હતી.લાલ કૃષ્ણ અડવાણી ભૂતપૂર્વ ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે અને તેઓ 1942માં RSSમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા.


ક્યારે કઈ યાત્રા કાઢી?

તે બાદમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે વર્ષો સુધી પદભાર સંભાળ્યો હતો સાથે જ તેમણે 1980 પછી અનેક યાત્રાઓ કરી છે અને એમાં રામ રથયાત્રા, જનાદેશ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સ્વર્ણ જયંતિ રથયાત્રા અને ભારત ઉદય યાત્રા જેવી રાજનીતિમાં સૌથી ચર્ચિત યાત્રાઓ તેમણે કરી છે લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠકનું આશરે બે દાયકા જેટલા સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. સૌપ્રથમ વખત વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બન્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે