લાલુ અને નીતિશની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા સાથે બેઠકથી રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 20:18:44

લોકસભા 2024ની ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના જેડીયુએના નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવે આ દિશામાં પ્રયાસો શરુ કરી દીધા છે. લાલુ પ્રસાદ યાદવ અને  બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા. 


વર્ષો બાદ લાલુ-નીતિશ સોનિયાને મળ્યાં


બિહારમાં લાલુ અને નીતિશ કુમાર કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી છે. જો કે બંને નેતાઓ વર્ષો જના રાજકીય મતભેદો ભૂલાવીને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે. 

 

હરિયાણાના ફતેહાબાદમાં વિપક્ષોનું શક્તિ પ્રદર્શન


હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. 


તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ


રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે." "હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, ભાજપ અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .