હવે ફરીથી થશે જમીનનો રિ સર્વે, રૂ.700 કરોડનો ધુમાડો કર્યા બાદ સરકારને ભૂલ સમજાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 19:45:29

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં જમીનનો ફરીથી રિ સર્વે કરાવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી આપી હતી. આ સાથે જ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે.


નવો જમીન રિ સર્વે શા માટે?


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ભૂતકાળમાં જમીન માપણીના સર્વે માટે જે એજન્સીઓને કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન ઘોંચમાં પડી ગઈ હતી. સરકારને પણ જુના રી-સર્વેને લઈ અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.


રૂપાણી સરકારે રૂ. 700 કરોડનું કર્યું આંધણ


રાજ્યની વિજય રૂપાણીની સરકારે જમીન રિ સર્વે માટે એજન્સીને અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવાની કવાયત શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે તે તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિજીટલલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સર્વેની કામગીરી હાથ ધરી હોવાની શેખી મારી હતી. 


પાઇલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકાથી શરૂ થશે


સમગ્ર રાજ્યમાં ફરીથી શરૂ થનારા જમીનના રિ સર્વેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવષે. નવેસરથી થનારા જમીન રિ સર્વેમાં પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનનો ઉપયોગ કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.  


અર્જુન મોઢવાડિયાએ સરકારની ઝાટકણી કાઢી


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ  ટ્વીટરના માધ્યમથી સરકારના જમીન રિ સર્વેના નિર્ણયની ઝાટકણી કાઢી હતી. તેમણે "નવી જમીન માપણી" રદ્દ કરવામાં આવી તેને ગુજરાતના ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચારની મેં છેક 2009માં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી. અંતે 10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે