સહારા કંપની ફરી વિવાદમાં, જામનગરના ધુંવાવ ગામની 225 વીઘા જમીન મામલે કંપની સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-05 21:55:53

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વેચવાના મામલે સહારા કંપની ફરી ચર્ચામાં આવી છે, આ મામલો હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ કંપનીએ ગેરકાયદેસર રીતે ધુંવાવના ખેડૂતોની વિવાદી જમીન રાજકોટની એક પાર્ટીને વેચાણ આપવા એગ્રીમેન્ટ જાહેર કર્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. કેમ કે, મામલો અદાલતમાં પડતર છે.જામનગરમાં ધુંવાવના ખેડૂતો વતી આ મામલો એડવોકેટ નિલેશ મંગે સંભાળી રહ્યા છે. તેઓએ ધુંવાવના 21 ખેડૂતો વતી આ મામલો હાથમાં લીધો છે, કેમ કે ઓલરેડી આ કેસ વર્ષોથી હાઈકોર્ટમાં પડતર જ છે. અને, આ મુદ્દે નિલેશ મંગેએ એક પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી છે.


આ મામલે જાહેર નોટિસ


પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, ધુંવાવના ખેડૂતો અને સહારા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વચ્ચે પાછલાં 18 વર્ષથી ધુંવાવ તથા નગરસીમની જમીનોનો વિવાદ ચાલે છે. તે દરમિયાન, તાજેતરમાં રાજકોટની પાર્ટી સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયાએ સવારના એક અખબારમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી છે. આ જાહેર નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જામનગર-રાજકોટ રોડ પર આવેલાં ધુંવાવ ગામમાં તથા નગરસીમમાં આવેલી ખેતીની તથા બિનખેતીની કેટલીક જમીનો સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયા નામની રાજકોટની પાર્ટીએ સહારા નામની ઉપરોકત કંપની પાસેથી ખરીદવા એગ્રીમેન્ટ કર્યો છે. જેનો વેચાણ વ્યવહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયા રાજકોટમાં કાલાવડ રોડ પર, સ્વામી નારાયણ મંદિર સામેના ભાગમાં અર્પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બીજા માળે, 202 નંબરની ઓફિસ ધરાવે છે.


સહારા વિરૂધ્ધ થશે કાર્યવાહી


આ બાબતે જામનગરમાં પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ નોટિસ અનુસંધાને સહારા નામની ઉપરોકત કંપની વિરુદ્ધ IPCની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનોનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટ્સ કવો એટલે કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ જેતે સમયે કરેલો છે. આ આદેશ આજની તારીખે આ કેસમાં લાગુ હોવા છતાં સહારા નામની આ કંપનીએ ધુંવાવની ઉપરોકત વિવાદી જમીનો વેચાણથી થર્ડ પાર્ટીને આપવા વેચાણ વ્યવહારનો એગ્રીમેન્ટ કર્યો છે અને આ એગ્રીમેન્ટ જાહેર પણ થયો છે એટલે કે આ કેસમાં અદાલતના આદેશ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેથી સહારા કંપની વિરુદ્ધ ધુંવાવના ખેડૂતો વતી આ કેસમાં અદાલતની અવમાનના નો કેસ પણ દાખલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનિય છે કે, ધુંવાવની જમીનોનો સહારા કંપની સંબંધિત આ વિવાદ ભૂતકાળમાં બહુ ગાજયા પછી, વર્ષો સુધી આ પ્રકરણમાં કોઈ સળવળાટ દેખાયો ન હતો, હવે ફરી સળવળાટ શરૂ થયો છે. જેથી સૌ સંબંધિતો અચરજ પણ અનુભવી રહ્યા છે અને ઘણાં બધાં લોકો આ પ્રકરણમાં વિશેષ રસ પણ દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે