ભાજપને હવે ઉમેદવાર બદલવા માટે લાઈન લાગી, જીજ્ઞા પંડ્યાની કાપી તો જીજ્ઞેશ સેવકની પણ કાપી! ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. લુણાવાડા બેઠક માટે ભાજપે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ બેઠક માટે બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
લુણાવાડ બેઠક માટે ભાજપે કરવું પડશે મનોમંથન
ચૂંટણી સમયે સરકાર કોઈ પણ સમાજને નારાજ કરવા નથી માગતી. સત્વારા સમાજને સાચવવા ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના ઉમેદવારને બદલી દીધા છે. કાળું માલીવાડ, શૈલેષ ઠાકર, જે. પી પટેલ સહિતના લોકોએ લુણાવાડા બેઠક પર બીજા ઉમેદવારને ઉતારવાની માગ કરી છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉમેદવારને બદલવા માટે આગેવાનો મોવડી મંડળનો પણ સંપર્ક કર્યો હતો. તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપે જ્યારથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતા પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને જોતા લાગે છે કે જીજ્ઞેશ સેવકની દાવેદારી અટકી શકે છે.
                            
                            





.jpg)








