Valsadમાં Dhaval Patelના વિરોધમાં પત્રિકા બોમ્બનો વરસાદ! શું વલસાડના ઉમેદવારને બદલશે BJP? સાંભળો Anant Patelએ આ મુદ્દે શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 10:51:23

ભાજપમાં અત્યારે  કોઈ પણ લોકસભા બેઠક ઉઠાવી લો ત્યાં ડખા ચાલે છે. સાબરકાંઠામાં ઉમેદવારના નામને લઈને ચાલી રહેલો વિરોધ શાંત નથી થયો ત્યારે સુરેન્દ્રનગરમાં પણ સ્થિતિ કંઈક એવી જ છે. રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ છે અને વલસાડમાં ધવલ પટેલને હટાવવા લેટર બોમ્બનો વરસાદ થઈ રહ્યો છે.  

મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોને લઈ થઈ રહ્યો છે વિરોધ 

એક સમયે જેવી કોંગ્રેસની પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ હાલ ભાજપની જોવા મળી રહી છે.! રોજે નવા નવા ડખા ઉભરીને સામે આવી રહ્યા છે. ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ છલકાઈને બહાર આવી રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા સહિત દેશભરમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણીની જંગ ચાલી રહી છે પણ ભાજપમાં અંદરો અંદર બીજી જંગ જામી ગઈ છે. ભાજપે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાંથી મોટા ભાગની બેઠકો પર અત્યારે વિરોધ થઈ રહ્યો છે.


વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે... 

ભાજપ માટે માનવામાં આવતું હતું કે ભાજપ શિસ્તવાળી પાર્ટી છે, તેમાં ચાલતા ડખા બહાર નથી આવતા પરંતુ આ વખતે કદાચ ભાજપે જે નહીં વિચાર્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. અનેક લોકસભા બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે અને બેઠકો પર વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારને લઈ. વલસાડની લોકસભા બેઠક ખૂબ જ મહત્ત્વની બેઠક છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક જે પાર્ટીના ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે. આવી વાતો વર્ષોથી થાય છે એટલે આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


ધવલ પટેલને હટાવામાં આવે તેવી કરવામાં આવી માગ!   

કોંગ્રેસ તરફથી આ બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે. ત્યારે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકીટ આપવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સી.આર પાટીલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવી રહ્યા છે. અને સવeલ થાય કે પત્ર લખે છે કોણ? તો જવાબમાં તમને મળશે કે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ...! વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાતા ભાજપના કાર્યકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને એટલે જ ધવલ પટેલ વિરુદ્ધ બીજેપીના કાર્યકર્તાઓએ જ પત્રો લખ્યા છે. જે પત્રો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યા છે. 


જે લેટર વાયરલ થયા છે તેમાં આ વિષયોનો કરવામાં આવ્યો છે ઉલ્લેખ 

લેટરમાં શું છે તેવી વાત કરીએ તો પત્રિકાઓમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પહેલી પત્રિકામાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી. જ્યારે બીજી પત્રિકા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવી છે. જેમાં ધવલ પટેલથી નારાજ BJPના કાર્યકારોએ વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ધવલ પટેલને રાખવાથી વલસાડ અને નવસારી લોકસભા બેઠક પણ ગુમાવવાનો વારો આવે તેવી શક્યતા કાર્યકરોએ બીજા લેટરમાં દર્શાવી હતી. 


સી.આર.પાટીલને સંબોધીને લખવામાં આવ્યો ત્રીજો પત્ર 

ત્યારે હવે ત્રીજો લેટર વાયરલ થયો છે. જે સી.આર. પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં વલસાડ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલને જો લોકસભાની ચૂંટણી લડાવવી જ હોય તો એમને પહેલા ઝરી ગામનો નાગરિક બનાવી મતદાર યાદીમાં નામ લખાવા કહો પછી એને પેજ પ્રમુખ બનાવો સંગઠનમા તાલુકા જિલ્લામાં જવાબદારીઓ આપો એમને કહો કે, પોતાના ઝરી ગામમા રહી 5 વર્ષ સુધી લોકોનાં નાનાં મોટાં કામો કરે પછી સંસદના ઉમેદવાર બનવા નીકળો તો તેમને લોકોની સમસ્યા કેવી છે તે ખબર તો પડે. એવું લખવામાં આવ્યું છે 


વાયરલ થયેલા પત્ર મુદ્દે ધવલ પટેલ તેમજ અનંત પટેલની આવી પ્રતિક્રિયા! 

મીડિયા અહેવાલ મુજબ  ધવલ પટેલનું કહેવું છે કે વાયરલ પત્રની આ વાતમાં કંઇ તથ્ય નથી, વિરોધપક્ષે ઉડાવેલી વાત છે, એ લોકો ડરી ગયા છે. અમને દરેક જગ્યાએ જે સમર્થન મળી રહ્યું છે. એ જોઇને વિપક્ષના લોકો આ બધી અફવાઓ ઉડાવે છે અને એનાથી સો ટકા એ પાક્કુ થઇ ગયું છે કે એ લોકો હારવાના જ છે. જેની સામે અનંત પટેલનું કહેવું છે કે વાયરલ પત્ર એ ભાજપનો વિષય છે, પાર્ટીનો વિષય છે. પાર્ટીમાં અંદર કયા પ્રકારનો રોષ હોય કે હારી જવાની બીક પણ હોય. એના કારણે કદાચ આવું કરી શકે એવું લાગે છે. પત્ર વાયરલ કરવાનો કોંગ્રેસ પાસે એવો કોઇ સમય નથી. 


કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે ભારે નારાજગી!

હવે પ્રશ્ન એ છે આ પત્રો કોણ મોકલે છે અને કેમ મોકલે છે? જો ભાજપમાં બધુ સારું છે તો આટલો વિરોધ કેમ? મહત્વનું છે કે આની પહેલા પણ અનેક ઉમેદવારોને લઈ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે...! અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં ઉમેદવારોને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે તેવું લાગે છે.... 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.