વિધાનસભામાં કોંગ્રેસે હોદ્દેદારોની વરણી કરી, આ ધારાસભ્યોને સોંપાઈ મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-02-22 21:01:24

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં હોદેદારોની નિમણુંક કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પાંચ પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસવા અંગે હજુ અનેક સવાલો છે ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિવિધ હોદેદારોની નિમણુંક કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાનું સ્થાન નથી. 


આવતી કાલથી બજેટ સત્રનો પ્રારંભ

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલી જબદસ્ત જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મ શરૂ થઈ છે. ત્યારે 15 મી વિધાનસભાનું આ પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં  નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.



તોફાની બની રહેશે સત્ર 


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદાણી, પેપરલીક, દર્શન સોલંકી, ડ્રગ્સ સહીતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો સરકારને ઘેરવામાં કેટલા સફળ રહેશે.


કોંગ્રેસને નહીં મળે વિધાનસભા પદ


વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાના પદ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો છે. શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.