સમજીએ Patan Loksabha Seatનું રાજકીય ગણિત કારણ કે અહીંયા જો Congress મહેનત કરે તો જીતી શકે એમ છે...!


  • Published By :
  • Published Date : 2024-03-09 17:07:16

લોકસભા ઇલેકશન માટે ગમે તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપે તો ગુજરાતમાં ૨૬ સે ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા કમર કસી છે . તો બીજી બાજુ AAM આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે . પણ આપને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા પર લોકતાંત્રિક યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે એ નિશ્ચિત છે. આવો સમજીએ ત્યાંના રાજકારણ વિશે... 


વિધાનસભાની આટલી સીટો હતી કોંગ્રેસ પાસે 

એવું માનવામાં આવે છે કે જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા રાખે અને મહેનત કરે તો પાટણ લોકસભા બેઠક પર જીત થઈ શકે છે! ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ની સરસાઈથી જીત મેળવાઈ હતી ,તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આમાં કુલ ૭ વિધાનસભાઓ આવે છે જે છે વડગામ , કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર ,ખેરાલુ . કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ, ચાણસ્મા ,પાટણ જીતી હતી. જ્યારે BJPએ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . 



આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તેની પર સૌની નજર!

આ તરફ આપને જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી .પાટણ લોકસભા પર લગભગ ૪૧૦૦૦૦ જેટલા ઠાકોર સમાજના લોકો છે જે કોંગ્રેસ પાર્ટીના કોર વોટ કહેવાય છે. જો ખરેખર કોંગ્રેસે આ મરણતોલ અવસ્થામાંથી બહાર આવું હોય તો મેહનત તો કરવીજ રહી . હવે જોવાનું એ છે કે , કોંગ્રેસ આ બેઠક જીતવા શું પ્રયાસો કરે છે , ઉપરાંત કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર દિનેશભાઇ ઠાકોર છે .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.