અમદાવાદની LG મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:38:22

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે કે એલજી મેટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બાદ કોલેજનું નામ 17 સપ્ટેમ્બરના રોજ બદલવાનો નિર્ણય લીધો છે. 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે શું કહ્યું 

એલજી મેડિકલ અને એલજી હોસ્પિટલ કોલેજનું નામ એલજી મેટ કોલેજથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવાનો ગઈકાલની અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદ મેટ કોલેજની સ્થાપના કરાવી હતી. ગઈકાલે મેટની બેઠકમાં નામકરણ માટે દરખાસ્ત કરતવામાં આવી હતી જેમાં મેટ કોલેજે પણ હા પાડી હતી જેના કારણે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. 


શું છે એલજી મેટ કોલેજ?

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેટ કોલેજ આવેલી છે. જેમાં અત્યારે નરેન્દ્ર મોદી મેટ કોલેજમાં 200 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ સેવા આપે છે, 59થી વધુ એમએસ ડોક્ટર્સ સેવા આપે છે. મેટ કોલેજમાં નર્સિંગ કોલેજની પણ સુવિધા આપવામાં આવી છે. 


અત્યાર સુધી ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે રાખવામાં આવતા ઈમારતો અને સંસ્થાઓના નામનો વાંધો ઉઠાવતી ભારતીય જનતા પાર્ટી પણ એ જ પરંપરા પર આગળ વધી રહી છે જ્યાં પક્ષ અને વિચાર કરતા વ્યક્તિ અને એના નામથી થતા ફાયદા પર આધાર રખાતો હોય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અનેક સળગતા મુદ્દાઓ સરકારની સામે મોં ફાડીને ઉભા છે, સરકાર પોતાના ઘર એટલે કે ગાંધીનગરમાં દરરોજ આંદોલનકારીઓથી ઘેરાઈ રહી છે ત્યારે એમની પાસે આ દરેક સવાલોને ટાળવાનો કાં તો બચવાનો એક જ રસ્તો છે નરેન્દ્ર મોદીનું જાદુઈ નામ, એએમસીએ એ.એમ.સી.મેટ કૉલેજનું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ કરવાનો નિર્ણય લીધો છે, આ પીએમને ખુશ કરવા લીધેલો નિર્ણય છે...પીએમને આ વાતની જાણ છે કે કેમ એ સવાલ છે, પણ આ પહેલા ગાંધીનગર કૉર્પોરેશને પ્રધાનમંત્રીના માતા હિરાબાના 100માં જન્મદિવસે રાયસણના રસ્તાનું નામ હિરાબા માર્ગ કરવાનું નક્કી કર્યુ હતુ પણ કૉર્પોરેશન પાસે એ સત્તા જ નહોતી અને રાજ્ય સરકારે આવી કોઈ પ્રોસેસ કરી નહોતી ત્યારે ગાંધીનગરના મેયરનો ફજેતો થયો હતો, આ વખતે કૉલેજનું નામ નરેન્દ્ર મોદી કૉલેજ કરાયું છે ત્યારે વિપક્ષ શું પ્રતિક્રીયા આપે છે એ કરતા પણ વિશેષ પીએમ કેવી પ્રતિક્રીયા આપે છે એ જોવાનું રહેશે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.