Libya Flood: લીબિયામાં વિનાશકારી પૂરથી 5200થી વધુ લોકોના મોત, 10 હજાર લોકો ગુમ


  • Published By :
  • Published Date : 2023-09-13 14:39:40

લીબિયામાં પૂરના પગલે અનેક શહેરોમાં ભારે વિનાશ સર્જાયો છે. પૂરના કારણે સૌથી વધુ અસર ડેર શહેરમાં થઈ છે. જ્યાં 700 લોકોને અત્યાર સુધીમાં દફનાવવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજું વધી શકે છે. કેમ કે 10 હજાર લોકો ગુમ થયા છે. ભારે વરસાદના સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં  5,200થી વધુના મોત નિપજ્યા હોવાની આશંકા છે. ભયાનક પૂરના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્ષેપ આવી રહ્યો છે.   


હોસ્પિટલોમાં મૃતદેહોની ભરમાર


ભારે પૂરના કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેરનામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેરનામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા તો દરિયામાં વહી ગયા છે.


ડેરના શહેરમાં 2,300 લોકોના મોત


લીબિયાના અધિકારીઓનું અનુમાન છે કે એકલા ડેરના શહેરમાં 2,300 લોકો માર્યા ગયા હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ માટે લિબિયાના રાજદૂત તામેર રમદાને જણાવ્યું હતું કે ભયાનક પૂર બાદ 10,000 લોકો ગુમ થયા છે.  પ્રધાનમંત્રી ઓસામા હમદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના બચવાની શક્યતા ઓછી છે.


હજારો પરિવારો વિસ્થાપિત...


લિબિયાની સરકારના જણાવ્યા અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહટનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે, બેનગાઝી શહેર અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો છે.


બહુમાળી ઈમારતો ધરાશાઈ,  મૃતદેહો વિખરાયેલા


ડેરના શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેરનાના બંધ તૂટ્યા બાદ રહેણાંક બ્લોક્સ સંપુર્ણપણે નાશ પામ્યા છે. બહુમાળી ઇમારતો, જે એક સમયે નદીથી દૂર ઉભી હતી, તે આંશિક રીતે કાદવમાં પડી ગઈ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે