અદાણી ગ્રુપના શેરોમાં LICનું કરોડોનું નુકસાન, છતાં અધિકારીઓ ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-02-27 16:55:28

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના દિવસે અદાણી ગ્રુપ પર તેની રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હડકંપ મચાવી દીધો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ બજાર ખુલતા જ કેટલાક શેરમાં તો નીચલી સર્કિટ લાગી ગઈ હતી. ગૌતમ અદાણી પણ ફોર્બ્સની યાદીમાં 35ના ક્રમે પહોંચી ગયા છે. હવે અદાણીની સંપત્તી માત્ર 34 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. જો કે સૌથી મોટો ફટકો તો LICને પડ્યો છે. આમ છતાં પણ LIC કોઈ પણ ખુલાસો કરવાનું ટાળી રહી છે.


અદાણી ગ્રુપમાં રૂ. 30,127 કરોડનું રોકાણ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્યસભામાં LICના રોકાણ વિશે મહત્વની માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન LICએ અદાણી જૂથના શેરની ખરીદીમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરી, 2023 ના રોજ બજાર બંધ થવા પર આ શેરોનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. કરાડે જણાવ્યું હતું કે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.  


LIC કંઈ પણ કહેવાનું ટાળી રહી છે


અદાણી ગ્રુપનો વિવાદ ખુલ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ LIC આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. જોકે, 10 ફેબ્રુઆરીએ LICના ચેરમેન એમ.આર. કુમારે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યા નથી. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેર વેચીને બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે ભલે તમે કોઈ પણ કંપનીના શેર ન વેચો, પરંતુ તમે કહી શકો કે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરીને અત્યાર સુધીમાં કેટલો નફો કે નુકસાન થયું છે?.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે