'લાઈટ બિલ ભરતો નથી' Vs 'લાઈટ બિલ ક્યાંથી ભરે'... વીજ અધિકારીના વાયરલ થયેલા વીડિયો પર ખેડૂતનો કટાક્ષ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 11:50:23

થોડા સમય પહેલા વીજ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રંગ રસિયો રૂપાળો રંગરેલિયો ગીતનો સહારો લઈ લોકોને લાઈટબિલ ભરવા જાગૃત કરાઈ રહ્યા હતા. અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ત્યારે વીજ અધિકારીને જવાબ આપતા એક ખેડૂતનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગીત એક જ છે પરંતુ શબ્દોમાં થોડો ફેરફાર કરી ખેડૂતે પોતાની વ્યથા દર્શાવી છે.  

વીજ અધિકારીનો વીડિયો થયો હતો વાયરલ 

સોશિયલ મીડિયા પર વીજ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતી ગીત રસિયો રુપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત ગાયું હતું. આ અનોખો પ્રયોગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજકર્મચારીને જવાબ ખેડૂત આપી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતનો ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  


જગતના તાતે ગીતના સહારે આપ્યો જવાબ 

વીડિયોમાં જગતના તાતે ગીતના માધ્યમથી શબ્દોમાં ફેરફાર કરી પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. દુખ વ્યક્ત કરતા ખેડૂત કહી રહ્યો છે કે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે, નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ, નથી ઘઉંના ભાવ, રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.


બંને વીડિયો લોકોને આવી રહ્યા છે પસંદ  

પહેલા વીજઅધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોને ખુબ પસંદ આવ્યો હતો ત્યારે હવે આ ખેડૂતોનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે. જે ગીતથી લોકોને લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી તે જ ગીત ગાઈ ધરતી પુત્રએ જડબાતોડ જવાબ આપ્યો છે. ખેડૂતના જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.    



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.