31st પહેલા Vadodaraથી દારૂની મહેફિલ ઝડપાઈ, પાર્ટી કરતા આટલા લોકોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યા. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 11:44:02

ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય વાંચ્યા બાદ તમારા રિએક્શન હશે કે દારૂબંધી ગુજરાતમાં છે? માત્ર કાગળ પર જ છે તેવો તમે જવાબ પણ આપશો. વાત સાચી પણ છે. ખુલ્લેઆમ દારૂબંધી કાયદાના ધજાગરા ઉડે છે. ગાંધીનગર ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપી છે પરંતુ તે નિયમો સાથે.. અલગ અલગ નિયમો જાહેર કરાયા છે આ અંગે. ત્યારે 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે. 

    વડોદરામાં અન્ય એક કિસ્સામાં પોલીસ સાથે ઝઘડો કરીને લાફો ઝીંકી દીધો હતો. પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં પ્રકાશભાઇ દારૂ પીને હેરાન કરે છે. પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી પોલીસે નશાની હાલતમાં પ્રકાશ વિનોદભાઇને ઝડપી લીધો હતો. પ્રકાશને પકડીને પોલીસ વાનમાં બેસવા માટે કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ સાથે ઝઘડો કરીને કહેવા લાગ્યો હતો કે, હું ગાડીમાં નહીં બેસુ, તમારાથી થાય તે કરી લો.

વડોદરામાં પોલીસે ઝડપી પાડી દારૂની મહેફિલ!  

31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પણ એક્ટિવ દેખાઈ રહી છે. બોર્ડર પર ચેકિંગ કરે છે, અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવે છે અને દારૂનો મુદ્દામાલ તેમજ દારૂ પીનારા લોકોને ઝડપી પાડવામાં આવે છે. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ અંગે છૂટ આપી છે. સરકાર ભલે ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે પરંતુ અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ આરામથી, ખુલ્લેઆમ વેચાતો હોય છે. દેશી દારૂની પોટલીઓ મળી આવે છે અને પોલીસ મુકપ્રેક્ષક બની જોતી રહી જાય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વડોદરાથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે.  

 આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, 31 ડિસેમ્બર પહેલા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પાદરા પોલીસે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ જપ્ત કર્યા હતા.

13 લોકોને પોલીસે ઝડપી પાડ્યા નશાની હાલતમાં!

મળતી માહિતી અનુસાર વડોદરાના પાદરામાંથી ગુરૂવારે મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા. મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદા અનેક વખત ધજાગરા ઉડતા દેખાયા છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.