GIFT Cityમાં મળેલી દારૂ છૂટને લઈ બહાર પડાઈ ગઈડલાઈન્સ, Devanshi Joshiએ સમજાવ્યા દારૂબંધી કાયદાના ફાયદા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-27 11:16:42

જે દિવસથી ગિફ્ટ સીટીમાં દારૂને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારથી લોકોમાં આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એવું લાગતું હતું લોકોને કે સામાન્ય માણસ ત્યાં જઈને દારૂ પી શકે છે. પરંતુ આ અંગેની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે બાદ ચોક્કસ લોકોને જ દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આને લઈ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે હેતુથી સરકાર દ્વારા આ નિર્ણય લાવવામાં આવ્યો તે સફળ થતો દેખાઈ રહ્યો છે. મેમ્બરશીપ લેવા માટે લોકો આવી રહ્યા છે. આ નિર્ણયને લઈ જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે એક વાત પણ સામે આવી કે સુરક્ષા વ્યવસ્થા પર આની સીધી અસર થશે. વાત સાચી પણ છે. 

કાયદો હોવા છતાંય લોકો દારૂ પીતા પકડાય છે...

ગુજરાતમાં દારૂબંધી છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે અને અનેક વખત અમે પણ કહેતા હોઈએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો જ છે. માત્ર કહેવા માટે જ આ કાયદાનું પાલન થઈ રહ્યું છે. વાત સાચી પણ છે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં આ કાયદાના ધજાગરા ઉડતા નજરે પડે છે. પ્રતિદિન આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પકડાય છે અથવા તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. ત્યારે પ્રશ્ન છે થાય કે દારૂબંધી હોવા છતાંય લોકો આટલું દારૂ પીવે છે તો જો દારૂબંધીનો કાયદો ન હોય તો શું થાય?


દારૂ પીને બહાર નીકળતા પહેલા લોકોમાં ડર રહેતો હોય છે 

આપણા રાજ્યને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાયસ્ટેટ એટલે કે જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ હોય. અનેક વખત આ દારૂના કાયદાના ધજાગરા ઉડતા દેખાયા છે પરંતુ એક પ્રશ્ન થાય કે જો આ કાયદો ન હોત તો શું થાય? આજે પણ જ્યારે દારૂ પીને લોકો બહાર જાય છે તો તેમના મનમાં એક ડર હોય છે કે તે પકડાઈ તો નહીં જાયને? જો તેમના વિરૂદ્ધ કોઈ કેસ થઈ જશે તો તેમના આબરૂ પર તેની અસર થશે તે વાતનો ડર રહેતો હોય છે. દારૂ પીને ડ્રાઈવ કરતા પણ ડરે છે કારણ કે તેમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ભલે કાયદાનું પાલન કડકપણે નથી થતું પરંતુ કાયદો તો છે જ...


જો દારૂબંધીનો કાયદો ન હોત તો... 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કાયદો એટલા માટે જ બને છે કે તેને તોડી શકાય. તોડવા માટે કાયદો બનતો હોય છે તેવું આપણા માનસ પર અંકિત થયેલું છે. દારૂબંધીના કાયદાનું પણ આવું છે અનેક લોકો કાયદો તોડે છે પરંતુ કાયદો તો છે જ. એક વખત બચી ગયા તો બીજી વખત પણ બચી જ જશે તેવું નથી હોતું. દારૂ ભલે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને પીવે છે પરંતુ તેના મનમાં ડર હોય છે પકડાઈ જવાનો. જો આ કાયદો નહીં હોય તો દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવવા વાળા બેફામ બનશે. 


દારૂની છૂટ માત્ર ગિફ્ટ પૂરતી સીમિત રહેશે કે... 

આ શક્ય બન્યું છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. દારૂ પીને ગાડી ચલાવતા પહેલા તે વિચારે છે જો પકડાઈ જઈશું તો. આપણે માનીએ કે ના માનીએ પરંતુ આ કાયદાને કારણે ગુજરાતનું હીત જળવાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા જે નિર્ણય ગાંધીનગર માટે લેવામાં આવ્યો છે તે ગિફ્ટ સીટી પોરતું સીમિત છે કે પછી અલગ અલગ જગ્યાઓ પર આ છૂટ આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર છે.     



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો