સાહિત્યપ્રેમીઓને મળશે મોટી ભેટ, કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનો થશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-20 17:14:36

અમદાવાદના ખાનપુર ખાતે સ્થિત ભવન્સ કેમ્પસમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર કાંતિ ભટ્ટનું સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ 21 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પુસ્તકાલયમાં કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો અને 16000થી વધારે લેખો એક સ્થળ પર વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા આ સ્મારક બનાવામાં આવ્યું છે. આ સ્મારકનું લોકાર્પણ મધુ રાયના હસ્તે થવાનું છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

પુસ્તકાલય તેમજ સ્મારક ભવનનું થશે લોકાર્પણ

ગુજરાતી સાહિત્યની કૃતિઓ એક સ્થળે મળી રહે તે માટે  અનેક પુસ્તકાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર કાંતિ ભટ્ટની કૃતિઓ તેમજ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય એક સ્થળ પર મળી રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભવન્સ કેમ્પસમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો તેમજ લેખો એક સ્થળ પર વાંચવા મળી રહેશે. એમ પણ કાંતિ ભટ્ટને વાંચવાનો એક લ્હાવો છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

એક સ્થળ પર વાંચવા મળશે કાંતિ ભટ્ટનું સાહિત્ય 

1931માં ભાવનગર ખાતે કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમના આર્ટિકલ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેમના આર્ટિકલે સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમ પર શાસન કર્યું હતું, એવું માનવામાં આવતું હતું કે તેઓ ડર્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હતા. પોતાના લેખમાં વાંચકોને વિષયને લઈ ડિટેલ માહિતી આપતા અને એવું કહેવાતું હતું કે કોઈ પણ એવો વિષય નહીં હોય જેની જાણકારી કાંતિ ભટ્ટને ન હોય. ત્યારે અમદાવાદમાં તેમની યાદમાં સ્મારક ભવન તેમજ પુસ્તકાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જ્યાં એક સ્થળ પર જ તેમની 1600 પુસ્તકો રાખવામાં આવશે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે