મિલકતની લાલચે પુત્રએ માતાને જીવતે જીવ મારી નાખી, જીવીત માતાનો મરણનો દાખલો મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-04-12 19:58:12

લોકો મિલકત પચાવી પાડવા માટે અનેક પ્રકારના ગોરખધંધા કરતા હોય છે. જો કે સગો પુત્ર મિલકતની લાલચે માતાને જીવતા જીવે મારી નાંખે ત્યારે કહેવું જ શું? મહીસાગરના બાલાસિનોરમાં જીવીત મહિલાનો મરણ દાખલો આપ્યાનું સામે આવ્યો છે. વિમળાબેન પરમાર હયાત હોવા છતાં ઓપરેટરે મરણનો દાખલો કાઢી આપતા ફરિયાદ નોંધાવી છે. વિમળા બેનના નાના પુત્રએ તેઓ જીવતા હોવા છતાં મિલકત માટે મારી નાખ્યાં હતાં.


સમગ્ર મામલો શું હતો?


બાલાસિનોરમાં માતાની મિલકત પડાવી લેવા પુત્રે માતાનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ તેની હયાત માતા વિમળાબેન પરમારના 21 ફેબ્રુઆરી 2023ના રોજ મરણ થયું હોવાનો દાખલો કઢાવી લીધો હતો. તેણે તલાટીના સહી સિક્કા વાળો દાખલો ઓપરેટર પાસેથી લીધો હતો. તલાટી અને TDOએ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ કૃત્યને લઈ પુત્ર પર ફિટકાર 


બાલાસિનોરમાં મિલકતની લાલચે પુત્રે માતાને જીવતા જીવે મારી નાંખી છે. કોમ્પ્યુટર આપરેટર જોડેથી જીવતી માતાનો મરણનો દાખલો કઢાવી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, સમગ્ર પંઠકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ નાલાયક પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે