સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન, 1677 બેઠક પર મતદાન થયુ, ઐતિહાસિક પરિણામ આવ્યુ. જાણો તમામ બેઠકોનુ પરિણામ


  • Published By :
  • Published Date : 2025-02-19 12:40:43

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થતા તારીખ 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યભરમાં મતદાનનો માહોલ હતો. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં, 66 નગરપાલિકામાં સામાન્ય અને 2 નગરપાલિકામાં મધ્યવર્તી એમ કુલ 68 નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન થયુ હતુ. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને મોટા ભાગની બેઠકો પરથી કોંગ્રેસનાં કાસળ નીકળી ગયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક  પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે. 


68 નગરપાલિકાઓનાં ચૂંટણીનાં પરિણામ:


જિલ્લો: અમદાવાદ

બાવળા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 પર ભાજપ અને 13 પર કોંગ્રેસ અને 1 પર બસપા

સાણંદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપ અને 3 પર કોંગ્રેસ

ધંધૂકા  નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 20 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 1 પર અન્ય


જિલ્લો: મહેસાણા

વડનગરમાં  કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ

ખેરાલુમાં  કુલ 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 4 પર અન્ય


જિલ્લો: રાજકોટ

જેતપુર-નવાગઢમાં કુલ 44 બેઠકમાંથી 32 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય

ધોરાજીમાં કુલ 36 બેઠકમાંથી 24 પર ભાજપ, 12 પર કોંગ્રેસ

ભાયાવદરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 9 પર કોંગ્રેસ

ઉપલેટામાં કુલ 36 બેઠકમાંથી 27 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય

જસદણમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય 


જિલ્લો: મોરબી

હળવદમાં કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ

વાંકાનેરમાં કુલ 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 2 પર અન્ય


જિલ્લો: વલસાડ

વલસાડ નગરપાલિકામાં કુલ 44 બેઠકમાંથી 42 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

પારડીમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય

ધરમપુરમાં કુલ 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર અન્ય


જિલ્લો: સાબરકાંઠા

ખેડબ્રહ્મામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ

તલોદમાં કુલ 24 બેઠકમાંથી 22 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 1 પર અન્ય

પ્રાંતિજમાં કુલ 24 બેઠકમાંથી 19 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 3 પર અન્ય


જિલ્લો: વડોદરા

કરજણમાં કુલ 28 બેઠકમાંથી 19 પર ભાજપ, 8 પર આપ, 1 પર અન્ય


જિલ્લો: સુરેન્દ્રનગર

થાનગઢમાં કુલ 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર અન્ય


જિલ્લો: મહિસાગર

બાલાસિનોરમાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 9 પર કોંગ્રેસ, 3 પર અન્ય

લૂણાવાડામાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય

સંતરામપુરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 2 પર અન્ય


જિલ્લો: ભાવનગર

શિહોરમાં કુલ 36 બેઠકમાંથી 25 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 3 પર અન્ય

ગારિયાધારમાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 3 પર આપ

તળાજામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ


જિલ્લો: બોટાદ

બોટાદમાં કુલ 44 બેઠકમાંથી 41 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

ગઢડામાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર કોંગ્રેસ


જિલ્લો: અમરેલી

રાજૂલામાં કુલ 28 બેઠકમાં તમામ પર ભાજપ

જાફરાબાદમાં તમામ 28 બેઠક પર ભાજપ

લાઠીમાં કુલ 24 બેઠકમાંથી 18 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય 

ચલાલામાં તમામ 24 બેઠક પર ભાજપ


જિલ્લો: આણંદ

આંકલાવમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર અન્ય 

બોરિયાવીમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય 

ઓડમાં તમામ 24 બેઠક પર ભાજપ


જિલ્લો: કચ્છ

ભચાઉમાં  તમામ 28 બેઠક પર ભાજપ

રાપરમાં 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 7 પર કોંગ્રેસ


જિલ્લો: ખેડા

ખેડામાં 28 બેઠકમાંથી 14 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 13 પર અન્ય

ચકલાસીમાં 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય 

મહેમદાવાદમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર અન્ય  

ડાકોરમાં ટાઈ, કુલ 28 બેઠકો પૈકી 14 ભાજપને અને 14 અન્યનાં ફાળે

મહુધામાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર અન્ય

 

જિલ્લો: ગાંધીનગર

માણસામાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ


જિલ્લો: ગીરસોમનાથ

કોડીનારમાં તમામ 28 બેઠકો પર ભાજપ


જિલ્લો: છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 6 પર સપા, 4 પર બસપા અને 9 પર અન્ય


જિલ્લો: જામનગર

કાલાવાડમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

જામજોધપુરમાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર અન્ય

ધ્રોલમાં 28 બેઠકમાંથી 15 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 1 પર અન્ય


જિલ્લો: જૂનાગઢ

જૂનાગઢ મનપામાં 60 બેઠકમાંથી 48 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય     

માંગરોળમાં 36 બેઠકમાંથી 15 પર ભાજપ, 15 પર કોંગ્રેસ, 6 પર અન્ય 

માણાવદરમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

ચોરવાડમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ

વિસાવદરમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

વંથલીમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ

બાંટવામાં તમામ 24 બેઠક પર ભાજપનો વિજય 


જિલ્લો: તાપી

સોનગઢમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ


જિલ્લો: દાહોદ

ઝાલોદમાં 28 બેઠકમાંથી 17 પર ભાજપ,11 પર અન્ય 

દેવગઢ બારિયામાં 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 3 પર કોંગ્રેસ, 8 પર અન્ય 


જિલ્લો:  દેવભૂમિ દ્વારકા

દ્વારકામાં તમામ 28 બેઠક પર ભાજપનો વિજય 

સલાયામાં 24 બેઠકમાંથી, 15 પર કોંગ્રેસ, 13 પર આપ

ભાણવડમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ


જિલ્લો: નવસારી

બીલિમોરામાં 36 બેઠકમાંથી 29 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 5 પર અન્ય 


જિલ્લો: પંચમહાલ

હાલોલમાં 36 બેઠકમાંથી 34 પર ભાજપ, 2 પર અન્ય 

કાલોલમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ,10 પર અન્ય


જિલ્લો: પાટણ

રાધનપુરમાં 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

હારીજમાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર કોંગ્રેસ

ચાણસ્મામાં 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 4 પર અન્ય 


જિલ્લો: પોરબંદર

રાણાવાવમાં કુલ 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 20 પર સપા

કુતિયાણાંમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર સપા

 

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. કુલ 68 નગરપાલિકાઓમાંથી જૂનાગઢ મનપા  સહિત 61 પર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસે એકમાત્ર સલાયા નગરપાલિકા પર જીત હાંસિલ કરી છે. દેવભૂમિ દ્વારકાની 28 બેઠકવાળી આ નગરપાલિકામાં ભાજપનાં ફાળે એકપણ બેઠક નથી આવી. 

પોરબંદર જિલ્લાની બે નગરપાલિકા કુતિયાણા અને રાણાવાવનાં પરિણામો સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યા છે. આ બન્ને નગરપાલિકા પર સમાજવાદી પાર્ટી ભાજપને મ્હાત આપીને પોતાનુ સામ્રાજ્ય સ્થાપવામાં સફળ રહી છે.


નગરપાલિકાઓમાં આ વખતે 61.65% મતદાન થયુ 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.