'નલ સે જલ યોજના'માં થતાં કૌભાંડ અંગે સ્થાનિકોએ કરી ફરિયાદ! મહીસાગરમાં વાસ્મો યુનિટ મેનેજર સહિત અધિકારીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:04:13

નલ સે જલ યોજનાની શરૂઆત સરકારે સારા હેતુથી કરી હતી. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને ઘરમાં નળના માધ્યમથી પાણી આવે તેવી આશા સાથે આ યોજનાનો આરંભ  કરાવવામાં આવ્યો હતો. સરકારી ચોપડે તો 100 ટકા નલ સે જલ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આ મામલે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વાસ્તવિક્તા સામે આવી તે ચોંકાવનારી હતી. ગામોમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. નળ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં આ યોજનામાં કૌભાંડ આચરનારા વાસ્મો યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.    

જમાવટની ટીમ ઘણા મહિનાઓથી નલ સે જલ યોજના ગામડાઓ સુધી નથી પહોંચી તેવી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી ચોપડે આ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં આ યોજના નથી પહોંચી. સરકાર ભલે આવું કહી શાબાશી લેવા માગતી હોય પરંતુ વાસ્તવિક્તા કંઈક જૂદી જ છે. જ્યારે દેવાંષી જોષી અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગામડાઓમાં ગયા ત્યારે તેમણે વાસ્મો પ્રોજેક્ટ અંગે પૂછ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. નળ તો પહોંચી ગયા છે પરંતુ અનેક વર્ષો થયા પણ પાણી નથી પહોંચ્યું. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.     

મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં નલ સે જલની કામગીરીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં વાસ્મોના યુનિટ મેનેજર સહિતના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે મહીસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદો મળતા ગુજરાત  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોકના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ જ છે ગામના લોકોએ મોકલે છે.  

મહત્વનું છે કે આ એક એવો વિષય છે જેમાં સરકારને અધિકારી અને Contractorએ ભેગા થઈને મૂરખ બનાવી રહ્યા છે. હવે એમાં કરાતી કાર્યવાહી બતાવે છે કે આખા ગુજરાતના કૌભાંડીઓની ખૈર નથી. જમાવટની ટીમ તો રિપોર્ટીંગ કરે છે પરંતુ હવે સ્થાનિકો પણ જાગૃત થવાની છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચવાની જરૂર છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે